Categories: Others

રાજ્યમાં આવતી કાલે 75 નગરપાલિકાની ચૂંટણી, 529 વોર્ડની 2116 બેઠક માટે મતદાન

રાજ્યમાં આવતી કાલ 17મીએ નગરપાલિકાની ચૂંટણી યોજાશે. જેમાં કુલ 529 વોર્ડની 2116 બેઠકો માટે મતદાન થશે. જો કે 2116 બેઠકો પૈકી 52 બેઠખો બિનહરીફ થઇ છે જેમાં જાફરાબાદ અને રાપર નગરપાલિકાની બેઠકોનો સમાવેશ થાય છે.

જાફરાબાદના 7 વોર્ડની તમામ 27 બેઠકો બિનહરીફ થઇ છે એટલે કે સમરસ થઇ છે. જ્યારે રાપરની 28 બેઠકમાંથી 12 બેઠકો બિનહરીફ થઇ છે. આવતી કાલે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન યોજાશે જેમાં 6033 ઉમેદવારોના ભાવિ સીલ થઇ જશે. ઉલ્લેખનીય છે કે નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર જોવા મળશે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આવતી કાલે યોજાનારી 75 નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ગુજરાત વિધાનસભામાં સતત 6 વખત ભાજપ સત્તામાં આવી છે ત્યારે હવે નગરપાલિકામાં પણ ભાજપનો વિજય થશે તેમ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણાીએ વિશ્વાસ વ્યક્ત ક્ર્યો હતો.

divyesh

Recent Posts

RTOનું સર્વર હેક કરીને ડ્રાઇવિંગ લાઇસન્સમાં ચેડાં કરાયાં

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરની આરટીઓ કચેરીમાં સોફટવેરમાં ચેડાં કરીને ટુ વ્હીલરનાં લાઈસન્સ ધારકોને ફોર વ્હીલર તેમજ હેવી વિહિકલનાં લાઈસન્સ કાઢી…

2 hours ago

સુખરામનગરમાં ઘરમાં ઘૂસીને પોલીસ કર્મચારી, તેમના પરિવારજનો પર ઘાતક હુમલો

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલ સુખરામનગરના ત્રણ માળિયા મકાનમાં ગઇકાલે પોલીસ કર્મચારી તેમજ ના પુત્ર અને તેની પત્ની…

2 hours ago

વિધાનસભાના ટૂંકા સત્રનો વિપક્ષના સૂત્રોચ્ચાર અને હોબાળા સાથે પ્રારંભ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત વિધાનસભાના પાંચ દિવસીય ટૂંકા સત્રનો આરંભ આજે વિપક્ષના હોબાળા વચ્ચે થયો હતો. સત્રની શરૂઆતના પહેલા દિવસે…

2 hours ago

‘પાસ’ના ભાગેડુ અલ્પેશ કથીરિયાને ક્રાઈમ બ્રાંચે સુરતથી ઝડપી લીધો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: રાજદ્રોહના કેસમાં જામીન રદ થયા બાદ નાસતા ફરતા પાસના નેતા અલ્પેશ કથીરિયાની સુરત ક્રાઇમ બ્રાંચે સુરતના વેલંજા…

2 hours ago

પુલવામા હુમલાનો બદલોઃ સુરક્ષાદળોએ માસ્ટર માઈન્ડ ગાઝી રશીદ અને કામરાનને ફૂંકી માર્યા

(એજન્સી) પુલવામા: તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના ૪૪ જવાનોને શહીદ કરનાર ખોફનાક આતંકી હુમલાના બદલારૂપે આજે પુલવામામાં જ સુરક્ષાદળોએ આ આતંકી…

4 hours ago

CRPF કાશ્મીરમાં જવાનોના કાફલાની મૂવમેન્ટના નિયમોમાં મોટા ફેરફાર કરશે

(એજન્સી) નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ સીઆરપીએફે કાશ્મીરમાં જવાનોના કાફલાની અવરજવરમાં નવા નિયમો જોડવાનો નિર્ણય કર્યો છે.…

4 hours ago