ટાઇપિંગ કરીને પેટિયું રળતાં ૭ર વર્ષનાં માજી સોશિયલ મીડિયા પર છવાયાં

મધ્યપ્રદેશના સિહોર શહેરમાં કલેક્ટર ઓફિસની બહાર એક માજી લાકડાનું સ્ટૂલ અને ટેબલ લઇને ટાઇપિંગ કરતાં જોવા મળે છે. આ માજીની ઉંમર ૭ર વર્ષની છે અને નામ છે લક્ષ્મીબાઇ. જૂના ટાઇપરાઇટર પર મેન્યુઅલી ટાઇપ કરવાની માજીની સ્પીડ અને સ્ફૂર્તિ ગજબનાક છે એટલું જ નહીં, કામ કરતાં કરતાં તેઓ અન્ય ગ્રાહકો સાથે વાતચીત પણ કરતાં જાય છે.

તેમના ગ્રાહકોનું કહેવું છે કે લક્ષ્મીબાઇ એક પણ ભૂલ વિનાનું ચોખ્ખું ટાઇપિંગ કરી આપે છે. માજીનું કહેવું છે કે નવું શીખવા માટે કે કમાવા માટે કોઇ ઉંમર મોટી નથી હોતી. તાજેતરમાં જ ગામના કોઇકે આ સ્ફૂર્તિલાં માજીની કામ કરવાની સ્ટાઇલનો વીડિયો ઉતારીને ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો.

બે જ દિવસમાં માજીના વીડિયોને ૧૯,૦૦૦થી વધુ લાઇક મળી અને ૩,૦૦૦થી વધુ વાર વીડિયો રિટ્વિટ થયો છે. ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે પણ આ વીડિયો રિટ્વિટ કરીને યુવાનોને આ માજી પાસેથી શીખવા કહ્યું છે.

You might also like