મુંબઈમાં ૭૨ વર્ષના વયોવૃદ્ધ RTI કાર્યકરની ગોળી મારી હત્યા

મુંબઈ: મુંબઈના સાંતાક્રૂઝમાં ૭૨ વર્ષના એક આરટીઆઈ કાર્યકરની નજીકની રેન્જથી ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરટીઆઈ કાર્યકર ભૂપેન્દ્ર વીરા જમીન માફિયા અને કલીનાની આસપાસ ગેરકાયદે બાંધકામ અને દબાણ વિરુદ્ધ લડી રહ્યા હતા. રવિવારે મોડી રાત્રે તેમના પર હુમલો થયો હતો. ભૂપેન્દ્ર વીરા સાથે કામ કરનાર સામાજિક કાર્યકર અને ‘આપ’નાં પૂર્વ નેતા અંજલી દમાનિયાએ આક્ષેપ કર્યો છે કે જમીન માફિયાઓ વિરુદ્ધ લડવા બદલ ભૂપેન્દ્ર વીરાને નિશાન બનાવવામાં આવ્યા છે. તેમણે આરોપીઓની તત્કાળ ધરપકડ કરવા માગણી કરી હતી.

વિક્રોલી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે હુમલાખોરો રાત્રે ૯.૦૦ વાગ્યાની આસપાસ ભૂપેન્દ્ર વીરાના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેમના પર બંદૂક રાખીને ગોળી ચલાવી હતી. ભૂપેન્દ્ર વીરાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે અજાણ્યા હુમલાખોર વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીની શોધખોળ માટે પોલીસ ટીમની રચના કરવામાં આવી છે.
બેંગલુરુમાં આરએસએસ કાર્યકરની ધોળા દિવસે હત્યા

બેંગલુરુમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના એક કાર્યકરની બે હુમલાખોરોએ ધોળા દિવસે ખંજરના ઘા ઝીંકીને અત્યંત નિર્દયી રીતે હત્યા કરી હતી. અહેવાલો અનુસાર રુદ્રેક્ષ નામનો આ કાર્યકર આરએસએસની નજીકના વિસ્તારમાં યોજાયેલી બેઠકમાં હાજરી આપીને પરત આવી રહ્યો હતો ત્યારે અત્યંત વ્યસ્ત કોમર્શિયલ સ્ટ્રીટ ખાતે શોપિંગ સેન્ટર નજીક તેના પર બે બાઈકસવાર હુમલાખોરોએ તેને આંતરીને ખંજરના ઘા ઝીંકી દીધા હતા.

You might also like