ઇક્વાડોર: ભૂંકપના 13 દિવસ બાદ કાટમાળમાંથી 72 વર્ષના વૃધ્ધ જીવીત મળ્યા

દક્ષિણ અમેરિકાના ઇકવાડોર દેશમાં આવેલા ભીષણ ભૂકંપમાં લગભગ 15 દિવસ બાદ પણ રાહત બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ કાર્યવાહીમાં રાહત કર્મચારીઓએ 72 વર્ષના વૃધ્ધને કાટમાળમાંથી સુરક્ષિત બહાર કાઢયા હતા. આ અંગેની માહિતી વેનેજુએલાએ પોતાના ઓફિશિયલ વેબસાઇટ પર આ અંગેની જાણકારી આપી હતી. વેનેઝુએલાના ક્વિટો સ્થિત દુતાવાસે પોતાની વેબસાઇટ પર ઇક્વાડોરની મુલાકાતે પર ગયેલા વેનેજુએલાના શોધકર્તા કર્મચારીઓએ મેનુઅલ વાસ્કેજને જીવીત નિકાળ્યાહતા.

તેઓ 7.8ની તીવ્રતાના આવેલા ભૂકંપ બાદ કાટમાળ નીચે દબાઇ ગયાહતા. આ ભયંકર ભૂંકપના કારણે 660 લોકોના મોત થયા હતા. કાટમાળમાંથી જીવીત નીકળેલ વૃધ્ધને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. જ્યારે રાહત કામગીરી ચાલી રહી હતી ત્યારે એક ક્ષતિગ્રસ્ત બિલ્ડીંગનીચેથી તેઓ બચાવા માટે અવાજ કરી રહ્યા હતા.

You might also like