મોદી કેબિનેટમાં 92% મંત્રી કરોડપતિ, 24 વિરુદ્ધ ગુનાહિત કેસ

નવી દિલ્હી: મોદી કેબિનેટમાં 92 ટકા મંત્રીઓ કરોડપતિ છે. મંત્રીમંડળમાં હાલમાં થયેલા વિસ્તારની સાથેહવે કરોડપતિની સંખ્યા 72 થઇ ગઇ છે. મંત્રીમંડળમાં 78 સભ્યો છે. ગત અઠવાડિયે 19 નવા મંત્રી મંત્રીપરીષદમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. થિન્કટેક ઓસોસિએસન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સએ આ રિપોર્ટ રજૂ કર્યો છે.

મોદીમંત્રીમંડળમાં 78 સભ્યો છે. તેમાંથી 6 લોકોને છોડીને બાકીના 72 મંત્રી કરોડપતિ છે. મંત્રીમડળમાં બળવાકોર મંત્રીઓની સંખ્યામાં પણ વદારો થયો છે. હવે 24 મંત્રી એવા છે જેમની પર ગુમાહિત કેસો ચાલી રહ્યા છે.

એક રિપોર્ટ અનુસાર મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવેલ નવ મંત્રીઓની સરેરાશ સંપત્તિ 8.73 કરોડ રૂપિયા છે. ત્યારે બધા મંત્રીઓની સરેરાશ સંપત્તિ 12.94 કરોડ છે. નવ મંત્રીઓમાંથી સૌથી વધારે સંપત્તિ 44.90 કરોડ એમજે અકબરની પાસે છે જ્યારે પીપી ચૌધરીની પાસે 35.25 કરોડ રૂપિયા અને વિજય ગોયલની પાસે 29.97 કરોડની સંપત્તિ છે.

પૂરા મોદી મંત્રીમંડળમાં 9 એવા મંત્રી છે જેમની સંપત્તિ 30 કરોડથી વધારે છે. જેમાં અરુણ જેટલી, હરસિમરત કોર બાદલ, જયંત સિંહા, મેનકા ગાંધી અને મહેશ શર્મા જેવા મંત્રીઓના સમાવેશ થાય છે. આ બધામાંથી જેટલી સૌથી વધારે અમીર છે. તેમની પાસે 113 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તો હરસિમરત કોર પાસે 108 કરોડ રૂપિયા અને પીયૂષ ગોયલની પાસે 95 કરોડની સંપત્તિ છે.

મોદીના મંત્રીમંડળમાં 78માંથી 63 મંત્રીઓ પોતાને ગ્રેજ્યુએટ કહે છે. આમાથી 24ની પાસે પ્રોફેશનલ ડીગ્રી છે અને 4 લોકોએ પીએચડી કરી છે. તો 14 મંત્રી ફક્ત બારમું જ પાસ છે અથવા તેના કરતા ઓછું ભણેલા છે.

You might also like