છત્તીસગઢમાં 72 નક્સલવાદીઓએ કર્યું આત્મસમર્પણ

રાયપુર : નારાયરપુરનાં એસપી અભિષેક મીણાએ જણાવ્યું કે નક્સલવિરોધી અભિયાનોનાં વધી રહેલા દબાણ તથા સરકારનાં પુનર્વાસ નીતિથી પ્રભાવિત થઇને 72 નકસલવાદીઓ માઓવાદી સંગઠન છોડીને સમાજની મુખ્ય ધારામાં આવશે. આ 72 નક્સલવાદીઓમાં 70 પુરૂષો જ્યારે 2 મહિલાઓનો સમાવેશ થાય છે.

એસપીનાં અનુસાર 72 નક્સલવાદીઓમાંથી 3 LGSvનાં,1 DAKMS, 8 CNM, 4 જનતાના સરકા, 45 મિલિશિયા સદસ્ય, 1 પાર્ટી કમિટીનાં અધ્યક્ષ અને 10 નક્કસવાદીઓનાં સહયોગીઓ છે. મીણાએ જણાવ્યું કે આત્મસમર્પુણ કરનારા 18 નકસલવાદીઓ વિરુદ્ધ કોર્ટ દ્વારા અલગ અલગ ગુનાઓમાં ધરપકડનાં વોરંટ પર બજાવાઇ ચુક્યા છે. ત્રણ એલજીએસ સભ્ય પર એક એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરાયેલું છે. તે ઉપરાંત ત્રણ પર 10 હજાર રૂપિયાનું, 8 પર 5 હજાર રૂપિયા, બે પર 1 હજાર રૂપિયા અને એક પર 400 રૂપિયા અને ત્રણ પર 300 રૂપિયાનાં ઇનામ હતા.

મીણાએ કહ્યું કે મોટા પ્રમાણમાં નકસલવાદીઓાં આત્મસમર્પણનાં કારણે નક્સલવાદીઓનો પ્રભાવ સતત ઘટી રહ્યો છે. સાથે સાથે આ વિસ્તારમાં સકારાત્મક મેસેજ જઇ રહ્યો છે. ઉપરાંત અન્ય નકસલવાદીઓને સુધરેલી પરિસ્થિતી જોઇને બીજા નક્સલવાદીઓ પણ આત્મસમર્પણ કરવા માટે આકર્ષાઇ રહ્યા છે.

You might also like