નદીમાંથી યુવકને ૭૨ લાખ રૂપિયા મળ્યા

અોસ્ટ્રિયામાં એક યુવાનને ત્યાંની દાનુબે નામની નદીમાં ચલણી નોટો જેવું કંઈક સરખું દેખાયું એટલે તેણે અે વ્યક્તિને પાણીમાંથી બહાર કાઢવા ડૂબકી મારી. તેના હાથમાં અસલી ચલણી નોટોની થપ્પીઅો અાવી. ૧૦૦ અને ૫૦૦ યુરોની અે ચલણી નોટોની કિંમત ૭૨.૪૪ લાખ રૂપિયા જેટલી થતી હતી. ત્યાં ઊભેલા લોકોને પહેલાં લાગ્યું કે અા માણસે અાત્મહત્યા કરવા માટે નદીમાં છલાંગ લગાવી તેથી કોઈ વ્યક્તિઅે પોલીસને ફોન કર્યો.

તે યુવાને ચલણી નોટો બહાર કાઢવાની શરૂઅાત કરી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને બધી નોટો કબજે કરી લીધી. હવે તે યુવાનને અા રકમમાંથી ભાગ જોઈઅે છે. ત્યાંના કાયદા પ્રમાણે અાવી રકમનો ૧૦ ટકા ભાગ શોધનાર વ્યક્તિને મળે છે. જો તેનું કોઈ માલિક ન મળે તો બધી રકમ શોધનારને મળી જતી હોય છે.

You might also like