દંડની જોગવાઇની વ્યાપક અસર, આવકવેરા ભરવાની સંખ્યામાં 71%નો વધારો

ન્યૂ દિલ્હીઃ આયકર રિટર્ન (ITR) ભરવાની અંતિમ તારીખ (31 ઓગષ્ટ) સુધી નાણાંકીય વર્ષ 2017-18ને માટે કુલ 5.42 કરોડ લોકોએ રિટર્ન ભરી નાખ્યું છે. આ આંકડાઓ એવું દર્શાવે છે કે ITR ભરવામાં 71 ટકાની વૃદ્ધિ થઇ છે જ્યારે ગયા વર્ષે 3.17 કરોડ લોકો રિટર્ન ભરવા ગયા હતાં.

નાણાંમંત્રાલયનાં જણાવ્યાં અનુસાર 31 ઓગષ્ટ આમ પણ વેપારીઓ અને પગારદાર માટે ITR ભરવાની અંતિમ તારીખ હતી કે જેને ઑડિટ કરાવવાની જરૂરિયાત ન હોતી. આ દરમ્યાન પગારદારીઓ દ્વારા ઇ-ફાઇલિંગમાં 54 ટકાની વૃદ્ધિ પણ જોવાં મળી છે. આને લીધે કર સંગ્રહમાં મોટી વૃદ્ધિ થઇ છે તેમજ આનાંથી સરકારી તિજોરીઓમાં પણ વધારો થશે.

જો કે 31 ઓગષ્ટ બાદ રિટર્ન ભરવાવાળાઓ માટે દંડ લગાવવાનાં સરકારનાં નિર્ણયની વ્યાપક અસર જોવામાં આવી છે. મંત્રાલયનાં નિવેદનમાં એવું કહેવામાં આવ્યું, જો કે આયકર દાતાઓની સંખ્યાઓથી રિટર્ન ભરવાવાળાઓની સંખ્યા ઘણી વધારે છે.

ઓગષ્ટ 2017 સુધી ઇ-ફાઇલને આધારે પ્રીસંપ્ટિવ ટેક્સ યોજનાનો લાભ ઉઠાવતા કહ્યું કે, 14.93 લાખ લોકોએ રિટર્ન ભર્યું હતું. જ્યારે આ વખતે તે સંખ્યા 1.17 કરોડ થઇ ગઇ છે. આ પ્રકારે આમાં 8 ઘણી વધુ વૃદ્ધિ થઇ છે.

You might also like