આઝાદીના 70 વર્ષ પર મફતમાં દેશભક્તિ ફિલ્મો બતાવશે મોદી સરકાર

નવી દિલ્હી: મોદી સરકાર દેશની આઝાદીના 70 વર્ષ પુરા થવાના અવસર પર 15 દિવસ સુધી કેટલાક કાર્યક્રમ આયોજીત કરવા જઇ રહી છે. તેના માટે કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોને ડ્યૂટી પર લગાવવામાં આવ્યા છે. બધાને કહેવામાં આવ્યું છે કે તે ના ફક્ત ક્ષેત્રમાં જ પરંતુ તે સ્થળો પર જઇને પણ કાર્યક્રમ કરે જ્યાં ભાજપનો જનાધાર નથી.

આઝાદી સાથે જોડાયેલા લોકોના જીવન પર આધારિત ફિલ્મો જનતાને મફતમાં બતાવવામાં આવશે. 12 ઓગસ્ટન રોજ દિલ્હીથી સીરીફોર્ટ ઓડિટોરિયમમાં ‘ઈન્ડિપેડેન્સ ડે ફિલ્મ ફેસ્ટિવલ’ આયોજિત થશે. તેમાં ગીધી, વીર સાવરકર, આંબેડકર, આનંદમઠ, મેરીકોમ, હકીકત, લગાન, સુભાષ ચંદ્ર બોસ, ચક દે ઇન્ડીયા ઉપરાંત તમિલ અને તેલુગૂમાં ફિલ્મો બતાવવામાં આવશે.

એટલું જ નહી સરકારે એરઇન્ડીયના ક્રૂ મેંબર્સને સૂચના આપવામાં આવી છે કે 14 અથવા 15 ઓગસ્ટન રોજ ખાદી પહેરીને ઉડે. આઝાદીના 70 વર્ષ યાદ ક્રો કુર્બાની’ હૈશટૈગ વડે સોશિયલ મીડિયા પર જનતા સાથે જોડાવવાનો પ્રયત્ન કરાશે. જેમાં જનતાના પ્રશ્નો જવાબ સીધા મંત્રી અને સાંસદ ટ્વિટર અને ફેસબુક પર આપશે. રાજપથ પર આઝાદીના કાર્યક્રમ આ વખતે અઠવાડિયા સુધી ચાલશે.

એટલું જ નહી આશા ભોંસલે, કુમાર સાનૂ અને અદનાન સામી જેવા મશહૂર સિંગર સીમાવર્તી વિસ્તારોમાં જઇને પોગ્રામ કરશે. આ પોગ્રામ ભાજપ દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યાં છે. સરકારે આ કાર્યક્રમોને ‘આઝાદી 70’ નામ આપ્યું છે.

જમ્મૂ-કાશ્મીરમાં સરકારની નવ મહિલા મંત્રી સેનાના જવાનોને રાખડી બાંધશે. વૈકેયા નાયડૂ મુંબઇના અગસ્ત ક્રાંતિ મેદાન જશે. અહીંથી 1942માં મહાત્મા ગાંધીએ ‘ભારત છોડો આંદોલન’ની શરૂઆત કરી હતી. બધા 75 કેન્દ્રીય મંત્રીઓને બે-બે એવી જગ્યાઓ પર હાજર રહેવાનું છે, જે ફ્રીડમ મૂવમેંટ કે ફ્રીડમ ફ્રાઇટર્સ સાથે જોડાયેલી છે. રક્ષા મંત્રી મનોહર પર્રિકર પોર્ટ બ્લેયર જશે. અહેં આઝાદીના ઘણા સિપાહી કેદમાં રહેતાં શહીદ થયા હતા.

નાણામંત્રી અરૂણ જેટલી જમ્મૂના હીરાનગર બોર્ડર પર જવાનોને મળશે, તો બીજી તરફ રાજપથ પર યોજાનાર સ્વતંત્રતા દિવસ સમારોહ આ વખતે સાત દિવસ સુધી ચાલશે. તેના માટે એક ખાસ ગીત પણ તૈયાર કરવામાં આવ્યું છે. 15 થી 22 ઓગસ્ટ દરમિઆન ભાજપના દરેક સાંસદ પોતાના સંસદીય ક્ષેત્રમાં ‘તિરંગા’ યાત્રા કાઢશે. તેમાં સરકારની યોજનાઓને જનતા સુધી પહોંચાડવાનો પ્રયત્ન થશે.

You might also like