એક વર્ષમાં આવેલા IPOમાંથી ૭૦ ટકામાં પોઝિટિવ રિટર્ન

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી આઇપીઓ બજારમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. રોકાણકારોને મળતા ઊંચા રિટર્નના કારણે આઇપીઓ બજારમાં પણ ભરણું ઊંચું ભરાઇ રહ્યું છે ત્યારે છેલ્લા એક વર્ષનો ડેટા જોઇએ તો ૭૦ ટકાથી વધુ આઇપીઓમાં પોઝિટિવ રિટર્ન જોવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે પાછલા નવેમ્બર મહિનાથી અત્યાર સુધીમાં ૨૫ આઇપીઓ શેરબજારમાં લિસ્ટિંગ થયા છે. તેમાં ૧૯થી વધુ આઇપીઓના શેર તેની ઇશ્યૂ પ્રાઇસથી ઊંચા ભાવે હાલ ટ્રેડિંગમાં જોવા મળી રહ્યા છે તો બીજી બાજુ માત્ર છ જ એવી કંપની છે કે જેના શેર ઇશ્યૂ પ્રાઇસથી નીચે ટ્રેડિંગમાં છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે છેલ્લા એક વર્ષમાં ઈન્સ્યોરન્સ સેક્ટરની અગ્રણી આઇસીઆઇસીઆઇ પ્રૂડેન્શિયલ સહિત એલએન્ડટી ઇન્ફોટેક અને એલએન્ડટી ટેક્નોલોજી કંપનીના આઇપીઓ આવ્યા હતા. એલએન્ડટી ઇન્ફોટેક કંપનીના શેરમાં ૧૩.૯ ટકા, જ્યારે એલએન્ડટી ટેક્નોલોજી કંપનીમાં ૩.૨૦ ટકા નેગેટિવ રિટર્ન મળી રહ્યું છે, જ્યારે આઇસીઆઇસીઆઈ પ્રૂડેન્શિયલમાં ૫.૦૭ ટકા નેગેટિવ રિટર્ન મળી રહ્યું છે. એજ પ્રમાણે ક્વિક હીલમાં ૨૫ ટકા, જ્યારે કાફે કોફી ડેમાં ૩૧ ટકા નેગેટિવ રિટર્ન જોવા મળ્યું હતું.

You might also like