૭૦ ટકા અધિકારીઓને જીએસટીની એબીસીડી શીખવાડી

નવી દિલ્હી: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એપ્રિલ-૨૦૧૭થી લાગુ થાય તેવી શક્યતા ખૂબ ઓછી છે તેમ છતાં એપ્રિલ-૨૦૧૭ બાદ ગમે ત્યારે તેની અમલવારી થઇ શકે છે, જેની કવાયતના ભાગરૂપે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કર્મચારીઓ અને અધિકારીઓને પાછલા બે-ત્રણ મહિનાથી ટ્રેનિંગ આપવાનું શરૂ કરી દેવાયું છે. એક અંદાજ મુજબ ૭૦ ટકાથી વધુ અધિકારી અને કર્મચારીઓને ટ્રેનિંગ અપાઇ ચૂકી છે. નેશનલ એકેડેમી ઓફ કસ્ટમ અને નાર્કોટિક્સે ૬૦ હજાર અધિકારીઓમાંથી ૪૪,૨૫૯ અધિકારીઓને ટ્રેનિંગ આપી દીધી છે. આ અધિકારીઓની જીએસટી લાગુ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા સાબિત થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે એકેડેમી ઓફ કસ્ટમ અને નાર્કોટિક્સ વિભાગને ટ્રેનિંગ આપવાની જવાબદારી સોંપી હતી. દરમિયાન રાજ્ય સરકારના કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ અધિકારીઓને ટ્રેનિંગ અપાઇ રહી છે.

કેન્દ્ર સરકારે જીએસટી માટે ૬૦ હજારથી વધુ અધિકારીઓના ટાસ્ક ફોર્સની જાહેરાત કરી છે, જેમાંથી ડિસેમ્બરના બીજા પખવાડિયા સુધીમાં ૪૪,૨૫૦થી વધુ અધિકારીઓને ટ્રેનિંગ અપાઇ
ચૂકી છે. દરમિયાન કર અધિકારના મુદ્દાને લઇને જીએસટી કાઉન્સિલની પાછલી બેઠક અનિર્ણાયક રહી હતી. આગામી ૩ અને ૪ જાન્યુઆરીએ ફરી એક જીએસટી કાઉન્સિલની બેઠક મળનાર છે. આ અગાઉ સાત વાર કાઉન્સિલની બેઠક મળી ચૂકી છે.

home

You might also like