7 દિવસ બાદ જંગલમાંથી હેમખેમ મળ્યું બાળક

નવી દિલ્હી: 7 દિવસ પહેલાં માતા-પિતાએ સાત વર્ષના યામાતો તાનૂકાને સજા આપવા માટે જંગલમાં છોડી દીધો હતો. માતા-પિતાએ બાળકને તેના દુર્વ્યહારના લીધે ડરાવવા માટે કારમાંથી બહાર કાઢી દીધો હતો, પરંતુ બાળક રિંછોથી ભરેલા આ જંગલમાં ખોવાઇ ગયો. બાળક ખોવાયાના 7 દિવસ બાદ જાપાનની સેલ્ફ ડિફેન્સ ફોર્સે બાળકને સુરક્ષિત મળી આવ્યો.

અધિકારીઓના જણાવ્યા અનુસાર બાળકોને કોઇ ઇજા પહોંચી નથી અને તેનું સ્વાસ્થ્ય સારું છે. તેમને એક સૈન્ય છાવણીમાં મળ્યું, જ્યાં તેને એક ઝુંપડીમાં શરણ લીધી હતી. ઝુંપડીમાં પાણી પીવા માટે ટોટી મળી ગઇ હતી, જેથી પાણી પીને 7 દિવસ સુધી કામ ચલાવ્યું. બાળક ખૂબ ભૂખ્યું હતું.

ઉત્તરી હોક્કાઇડો દ્રીપમાં પોલીસ પ્રવક્તા તોમોહિતો તામુરાના અનુસાર બાળકોએ પોતે પોતાની ઓળખ બતાવી. તેમણે કહ્યું કે બાળકોને કોઇ ઇજા પહોંચી નથી. પરંતુ તપાસ માટે તેને હેલિકોપ્ટરના માધ્યમથી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે.

તો બીજી તરફ 7 દિવસો બાદ બાળકને પરત મેળવીને માતા-પિતા ખુશ છે. બાળકના પિતાએ રડતાં રડતાં કહ્યું કે તેમને પોતાના બાળક પાસે માફી માંગવી છે. બાળક સુરક્ષિત પરત ફરતાં તેમણે કહ્યું કે સૌથી સારી વાત એ છે કે તે સુરક્ષિત છે. મને શબ્દ મળી રહ્યાં નથી. ખૂબ સારું લાગી રહ્યું છે.

You might also like