જો લગ્નની બાબતે વિધા હોય તો આટલું જરૂરથી વાંચો

દુનિયામાં કોઇ કામ સરળ નથી. એકલા જીંદગી જીવવી, રિલેશનશીપમાં રહેવું, મનપસંદ જોબ હોવી..દરેક જગ્યાએ ચેલેન્જીસ જ હોય છે. એવામાં જીવનસાથી શોધવો એટલે કે લગ્ન. લગ્નને લઇને હંમેશા મગજમાં એક મૂંઝવણ રહે છે અને આ મૂંઝવણથી ઘણી વખત ખોટો નિર્ણય લેવાઇ જાય છે. પરંતુ આ મૂંઝવણ દૂર કરવા માટેના કેટલાક પગલાં છે જો તમે તે કરશો તો તમારું લગ્ન જીવન સુખી થઇ શકે છે.

1. મેરેજ પછી પણ ઘ્યેય તરફ આગળ વધો
જીવનસાથી મળવાથી તમારું જીવન સંપૂર્ણ થઇ જાય છે પરંતુ લગ્નથી જોડાયા પછી તમે તમારા કરિયરનો ઘ્યેય ભૂલી જાવ છો. જો કે શરૂઆતમાં તો તે નડતું નથી પાછળથી તમને હતાશા થવા લાગે છે અને તેની અસર તમારા સંબંધો પર પડે છે. એટલે લગ્ન પછી તમે તમારા ધ્યેયને ભૂલશો નહીં અને લગ્ન પહેલા તમે તમારા પાર્ટનરને પહેલાથી કહી દો કે તમારા જીવનમાં કંઇક ધ્યેય છે જેને તમે લગ્ન પછી પણ મેળવવા પ્રયત્ન કરતા રહેશો.

2. ફક્ત ભાવનાત્મક અથવા આર્થિક કારણોથી લગ્ન
જો તમે માત્ર ભાવનાત્મક અથવા આર્થિક કારણોથી લગ્ન કરવા જઇ રહ્યા છો તો એક વાર વિચારી લો, બની શકે છે ભાવનાત્મક અથવા આર્થિક કારણોના સહારાથી પણ તમે ખુશ ના રહો. સારું એ રહેશે કે તમે પહેલા આત્મનિર્ભર થઇ જાવ પછી લગ્ન કરો. તે પછી તમે જેની પણ સાથે લગ્ન કરશો તો ખુશ રહેશો.

3.જ્યારે તમને તમારા પાર્ટનરની ભાવના ઉચિત લાગશે
જ્યારે તમને એવું લાગવા લાગે કે તમારા પાર્ટનરની ભાવનાઓ ઉચિત છે તો એનો અર્થ એ છે કે તમને તેની ચિંતા છે. અને એવું ના હોય તો એનો અર્થ એ કે તમે તે વ્યક્તિને નહીં પરંતુ તેની સાથે લગ્ન કરવાના વિચારને પસંદ કરો છો.

4. જ્યારે તમને લાગે તમારો પાર્ટનર તમારી જીંગદીને પસંગ કરે છે, તમારી પૂરી જીંદગીને નહીં
સંબંધ બહાર પણ તમારી અંગત જીંદગી હોય છે અને તમારા પાર્ટનરે પણ તે સમજવું જોઇએ તમારી અંગત જીંદગી પણ તમારી જીંદગીનો એક મહત્વનો ભાગ છે અને તમારા પાર્ટનરે એ જીંદગીને પસંદ કરવી જોઇએ.

5. ખુશી વહેંચો, ખુશ રહેવા માટે માત્ર ખુશીઓ ઉત્પન્ન કરશો નહીં
લગ્ન પછી તમે એક બીજા માટે જીવવા લાગો છો, સુખ દુખ શેર કરો છો. પરંતુ તેનો અર્થ એ નથી કે એકબીજાને ખુશ રાખવા માટે નકલી ખુશી ઉત્પન્ન કરો તે સાચી ખુશી આપી શકતી નથી.

6. ફક્ત આકર્ષણ માટે લગ્ન ના કરશો
કોઇ વ્યક્તિ પ્રત્યે તમે આકર્ષિત થઇને લગ્ન કરી લો અને પછી વિચારો કે લગ્ન પછી તમારું જીવન ખુશખુશાલ થઇ જશે તો તે ઘણી મોટી ભૂલ છે. જો તમે કોઇ પ્રત્યે આકર્ષિત થાવ છો તો લગ્ન પહેલા તેની તપાસ કરી લો કે તમારા બે વચ્ચે તાલમેળ બેસે છે કે નહીં કેમકે તાલમેળથી જ જીંદગીની નૈયા ચાલે છે.

7. ફક્ત ઠીક લાગવાથી તે વ્યક્તિ સાથે મેરેજ કરશો નહીં
જો તમને કોઇ વ્યક્તિ ઠીક લાગતો હોય તો મેરેજ કરતાં પહેલા વિચારી લો. કેમકે તેવા વિચારો સાથે લગ્ન કરવાનું ભયંકર પરિણામ હોઇ શકે છે. તે નજરથી દરેક બીજો વ્યક્તિ તમને ઠીક લાગશે.

You might also like