મોટામાં મોટા દુર્ભાગ્યને પણ સૌભાગ્યમાં બદલશે આ 7 અચુક ટુચકા

અમદાવાદ : આપણા બધાનાં જીવનમાં કોઇકને કોઇક સમસ્યા હોય જ છે. જો કે થોડુ ધેર્ય રાખીને અને કેટલાક સરળ જ્યોતીષ ઉપાયોની મદદથી આ સમસ્યાઓનો ઉકેલ શક્ય બની છે. આવો જાણીએ આવા જ કેટલાક ઉપાય જેની મદદથી તમારી દરેક સમસ્યાનો આવી શકે છે. ઉકેલ અને ફરીથી તમારો પરિવાર બની શકે એક ખુશહાલ પરિવાર.

1. એક ગલગોટાના ફુલ પર કંકુ લગાવીને તુલસીને અર્પણ કરો. આ ઉપાયને રોજ કરવાથી પતિ પત્ની વચ્ચેનો અણબનાવ અથવા તણાવ હશે તો તે દુર થશે. સાથે સાથે બંન્ને વચ્ચેના સંબંધો સુધશે અને પ્રેમ વધશે.

2. એક સુકુ નાળીયેર લઇને તેને ઉપરથી કાપી નાથો. હવે તે નારિયેળમાં બુરૂ તથા ઘી ભરો અને પછી કપાયેલો હિસ્સો ફરીથી હતો તે રીતે તેના પર મુકી દો. આ નારિયેળને કીડીઓના દર પાસે માટીમાં દબાવી દો. આ ઉપાયથી તમને સાક્ષાત મા લક્ષ્મીની પ્રાપ્તી થશે.

3. જો ઘરમાં સુખ શાંતિ નથી રહેતી તો રાત્રે 12થી3 વાગ્યાની વચ્ચે આ ઉપાય કરવાથી બધુ બરાબર થઇ જાય છે. આ માટે જે વાસણથી ઘરના લોકો પાણી પીતા હોય તેમાથી થોડુ પાણી લઇને ઘરનાં ચારે ખુણે છાંટી દો અને વચ્ચે થોડુ પાણી છાંટો. તમામ દુખ દુર થશે. અને પરિણામ તમને જોવા મળશે.

4.દર મંગળવારે માછલીઓને લોટની ગોળીઓ બનાવીને ખવડાવો. ધન સંબંધી તમામ પરેશાનીઓનો અંત આવશે.

5. રોજ સવારે ખાવાનું ખાતા સમયે પહેલી રોટી ગાય અને છેલ્લી રોટલી કુતરા માટે કાઢો. એવું કરવાથી તમામ ગ્રહ પોતાની ખરાબ અસર છોડીને સારૂ ફળ આપવાનું ચાલુ કરશે.

6.શનિવારનાં દિવસે સરસીયાના તેલમાં મીઠા ભજીયા તળો અને કોઇ ગરીબને દાન કરો. શનિના કારણે મળી રહેલા તમામ કષ્ટોનો અંત આવશે.

7. લગ્ન બાદ યુવતીની વિદાય સમયે એક લોટામાં પાણી, હળદર તથા એક સિક્કો નાખીને યુવતીની આગળ ફેંકી દો. તેનું વૈવાહીક જીવન સુખમય પસાર થશે.

You might also like