આ 7 કારણોના લીધે પુરુષો પસંદ કરે છે ‘ઢબુડી’ પાર્ટનર

નવી દિલ્હી: લગ્ન માટે સંબંધ નક્કી કરતાં સમયે કુંડળી સિવાય છોકરા છોકરીના રંગ રૂપ અને હાઇટ વજન પર પણ ધ્યાન આપવામાં આવે છે. પ્રયત્ન એમ હોય છે કે છોકરા છોકરીની હાઇટમાં વધારે અંતર હોય નહીં. પરંતુ દક્ષિણ કોરિયામાં એક રિસર્ચ પ્રમાણે હાઇટનું અંતર પ્રેમ વધારે છે. 7850 મહિલાઓના સર્વે પરથી એવું તારણ બહાર આવ્યું છે કે જે પતિની લંબાઇ પત્નીની તુલનામાં વધારે લાંબી હોય છે, તે પુરષો સારા પતિ સાબિત થાય છે.

1.પુરુષ પોતાને તાકાતવાળો મહેસૂસ કરે છે
કોઇ પણ સંબંધનું સારી રીતે આગળ વધવું કે ના વધવું ઘણી હદ સુધી એકબીજાના વિચારો પર નિર્ભર કરે છે. પુરુષો તેમનાથી ઓછી હાઇટ વાળી પાર્ટનર છોકરીઓને મેળવીને તેઓ પોતાને તાકાતવાળો મહેસૂસ કરે છે. તેમને લાગે છે કે તેમના કદના કારણે મહિલાઓ પાસેથી તેમની વાત સરળતાથી મનાવી લે છે. આવી બાબતોમાં પુરુષો ઇચ્છે નહીં તો પણ ડોમિનેટિંગ સ્વભાવના બની જાય છે.

2. પોતાને સુરક્ષિત મહેસૂસ કરે છે
લાંબા પુરુષોને લાગે છે કે તેમનાથી નાના કદ વાળી પાર્ટનરને દરેક સમયે પ્રોટેક્શનની જરૂર હોય છે જેનાથી તેઓ એકસ્ટ્રા કેર અને પ્રોટેક્શન આપે છે. આવી મહિલાઓ સાથે તે કોઇ પણ રીતે અસુરક્ષિત મહેસૂસ કરતાં નથી. ઘણી બાબતે જોવા મળ્યું છે કે ઓછી હાઇટ વાળી મહિલાઓ ભલે દેખવામાં વધારે સુંદર હોય પરંતુ પુરુષ તેની લાંબી હાઇટથી તેને બેલેન્સ કરી દે છે.

3. જપ્પી આપવી સારી લાગે છે
મોટાભાગે પુરુષોને ઓછી હાઇટ વાળી મહિલાઓને ગળે લગાડવું વધારે પસંદ પડે છે. આવી મહિલાઓને ગળે લગાડવાથી તેમને આપણું જ કોઇક માણસ હોય તેવો અહેસાસ થાય છે. જેનો મોકો તે કોઇ દિવસ ચૂકતા નથી.

4. મહિલાઓની લાંબી હાઇટથી ડર લાગે છે.
લાંબી હાઇટ વાળી મહિલાઓ દરેક વાતને લઇને ઘણી કોન્ફિડન્ટ હોય છે પરંતુ તેનો કોન્ફિડન્ટ ઇગો અને ઘમંડથી ભરેલો હોય છે. પુરુષમાં પણ ઇગો વાળો સ્વભાવ દેખાય છે પરંતુ તે લોકો તેને બતાવતા નથી. એટલે લાંબી હાઇટ વાળી મહિલાઓને પુરુષ પસંદ કરતાં નથી.

5. ઓછી હાઇટ વાળી મહિલા ખાસ હોય છે
મહિલાઓ તેમની ઓછી હાઇટને તેમના વ્યક્તિત્વની કમી માનનારા તેઓ ઘણી વાર એ વાતથી અજાણ હોય છે કે તેમના બાકીના ફીચર્સ કેટલા અલગ હોય છે જે બીજાને એટ્રેક્ટ કરવા માટે ઘણા સારા હોય છે. માસૂમ અને કાઇન્ડ સ્વભાવ હોવાની સાથે ઓછી હાઇટ વાળી મહિલાઓ મોટાભાગે રોમેન્ટિક સ્વભાવની હોય છે.

6. સેક્સ લાઇફને એન્જોય કરે છે
પુરુષોને ઓછી હાઇટ વાળી મહિલાઓ એટલા માટે પણ પસંદ હોય છે કે તે સેક્સને સારી રીતે એન્જોય કરે છે. ઓછી હાઇટના લીધે તેમનું વજન પણ એટલું વધારે નથી હોતું જે પુરુષો માટે સારું હોય છે. પુરુષો તેમની સેક્સ્યુલ લાઇફ એન્જોય કરવા માટે ખાસ કરીને આવી મહિલાઓ પસંદ કરે છે.

7. સાથે હરવું ફરવું સરળ
પુરુષોના રોમેન્ટીક નેચરને સાચી રીતે જોવા જઇએ તો ઓછી હાઇટની મહિલાઓ સાથે જોવામાં આવે છે. તેમને ઘણું સારું લાગે છે આવી મહિલાઓેને ઉચકીને ફરવું. હનીમૂન ટ્રીપ હોય કે ડેટ કરતાં હોય તે પુરુષો આવા કોઇ મોકાને હાથમાંથી જવા દેતા નથી.

You might also like