આ છે દુનિયાની 7 સૌથી ખતરનાક જેલ, એક બીજાને મારી ખાઇ છે કેદીઓ

બ્રાઝીલ : બ્રાઝીલની એક જેલમાં ડ્રગ માફીયાઓની બે ગૈંગ વચ્ચે થયેલ ગેંગવોરમાં 60 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યાર બાદ કેટલાક હ્યુમન રાઇટ્સ ગ્રુપ બ્રાઝીલની જેલની પરિસ્થિતી અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. જો કે માત્ર બ્રાઝિલ જ નહી પરંતુ વિશ્વમાં કેટલીક એવી ખતરનાજ જેલ છે જ્યાં ગુનેગારો પણ જતા ડરે છે. આવો જાણીએ દુનિયાની તે 9 મહત્વની જેલો વિશે.

ટડમોર જેલ, સીરિયા
સીરિયાની આ જેલ ડેથ વોરંટના નામે જાણીતી છે. નોંધનીય છે કે જેલમાં કેદીઓનાં મૃત્યુનો દર સીરિયામાં સર્વોચ્ચ છે. અહીં કેદીઓને ભીષણ યાતનાઓમાંથી પસાર થવું પડે છે. કેદીઓને મારવા અને ખાવાનું ન આપવું અહી સામાન્ય બાબત છે. સૌથી વધારે પરેશાની અહીંની લોકલ ગેંગની હાજરીથી થાય છે. વર્ષ 1980માં સીરિયાનાં રાષ્ટ્રપતિ હફેઝ અલ અસદનાં આદેશ અનુસાર 2400 કેદીઓને મારી નાખવામાં આવ્યા હતા.

ગીતારામા સેંટ્રલ જેલ, રવાંડા
તમને જાણીને આશ્ચર્ય થશે કે આ જેલ સુરક્ષાકર્મિઓને નહી પરંતુ અહીં હાજર કેદીઓનાં કારણે બદનામ છે. જેલ વિશે પ્રખ્યાત છે કે આ જેલમાં એક બીજાને મારીને ખાઇ જાય છે. આ જેલમાં કેદીઓની ક્ષમતા 600 છે જ્યારે અહીં 7 હજારથી વધારે કેદી રાખવામાં આવ્યા છે.

ડિયારબાકિર જેલ, તુર્કી
તુર્કીની આ જેલ સૌથઈ વધારે માનવાધિકારોનું ઉલ્લંઘન કરે છે. આ જેલમાં કેદીઓનો મૃત્યુદર પણ વિશ્વની બીજી જેલોમાં બીજા નંબર પર આવે છે. આ જેલ પર દુનિયાની નજર ત્યારે પડી જ્યારે એક સંગઠને પોતાનાં રિપોર્ટમાં જણાવ્યું કે વર્ષ 1981 થી 1984 વચ્ચે અહીં 34 કેદીઓની અસામાન્ય પરિસ્થિતીમાં મોત નિપજ્યું હતું. અહી કેદીઓને માનસિક અને શારીરિક યાતનાઓ આપવાની સાથે જ તેમનું યૌન શોષણ પણ કરવામાં આવે છે.

બેંગવેંગ જેલ, થાઇલેન્ડ
થાઇલેન્ડની આ જેલ બેંકોક હિલ્ટનનાં નામથી જાણીતી છે. અહીં કેદીઓને કેમિકલી પણ ટોર્ચર કરવામાં આવે છે. અહીં મૃત્યુદંડ મેળવેલા કેદીઓને લોખંડની જંજીરોથી બાંધીને રખાય છે. મૃત્યુદંડ માટે અહીં પહેલા માથા કાપી નાખવામાં આવતા હતા.

લા સંતે જેલ, ફ્રાંસ
લા સંતે જેલ ફ્રાંસની રાજધાની પેરિસથી થોડા અંતર આવેલ છે. આ જેલ સુસાઇડ જેલનાં નામે પણ પ્રખ્યાત છે. વર્ષ 1967માં જ્યારે તેને શરૂ કરાઇ ત્યારથી જ અહીં અસામાન્ય પરિસ્થિતીઓમાં આત્મહત્યા કરવાનાં સેંકડો કિસ્સાઓ સામે આવ્યા છે. વર્ષ 1999માં 124 કેદીઓએ જેલની અંદર સુસાઇડ કરી લીધી હતી. કેટલાક લોકો આ જેલમાં આત્માઓનો વાસ હોવાની વાત પણ કરે છે.

લા સાબાનેટા, વેનેજુએલા
વેનેજુએલાની આ જેલ પોતાનાં ક્રૂર કેદીઓ માટે પંકાયેલી છે. અહીં લગભગ દરરોજ હિંસા થાય છે અને હિંસામાં કેદીઓનાં મોત પણ થાય છે. વર્ષ 1994માં આ જેલની અંદર ભીષણ ગેંગવોર થઇ હતી જેમાં 100 કેદીઓનાં મોત થયા હતા. સમાચારો અનુસાર આજે પણ આ જેલમાં વેનેજુએલાનાં સૌથી મોટી ગેંગનુ રાજ ચાલે છે.

કૈમ્પ 22, નોર્થ કોરિયા
આ જેલ નોર્થ કોરિયાનાં સુપ્રીમ લીડર કિમ જોંગ ઇલનાં આદેશ બાદ 1965માં બનાવાઇ હતી. તેમાં 50 હજાર કરતા વધારે કેદીઓ છે. અહીં કોઇ પણ ક્રાઇમ કરવાથી કેદીઓની 3 પેઢીને ઉંમર કેદ ભોગવવી પડે છે. સરકારનું માનવું છે કે તેનાં કારણે ક્રાઇમ મુળમાંથી જ ખતમ થઇ જશે. એવું કહેવાય છે કે આ જેલમાં કેદીઓ પર બાયોલોજીકલ વેપનનો ઉપયોગ કરવામાં આવે છે.

You might also like