૭ કલાકની ઊંઘ દરેક વ્યક્તિ માટે પૂરતી

પૂરતી ઊંઘ શરીરને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે. જોકે જરૂર કરતાં વધારે કે ઓછી ઊંઘ શરીરને નુકસાન કરી શકે છે એવું બ્રિટનના રિસર્ચરોનું કહેવું છે. જે પુરુષો સાત કલાક કરતાં વધુ કે સાત કલાક કરતાં ઓછું ઊંઘે છે તેમને ડાયાબિટીસ થવાનું જોખમ વધારે હોય છે. નેધરલેન્ડ્સની એક યુનિવર્સિટીએ પુરુષોની ઊંઘવાની અાદત અને તેમના લોહીમાં રહેલી શુગર તેમ જ ઈન્સ્યુલિન-લેવલનો અભ્યાસ કરીને અા તારવ્યું છે. વધુ ઊંઘવાથી કે ઓછું ઊંઘવાથી શરીરની શુગરમાંથી એનર્જીમાં રૂપાંતર કરવાની ક્ષમતામાં ગરબડ થઈ શકે છે. અપૂરતી કે વધુ ઊંઘ લેતા પુરુષોમાં સ્વાદુપિંડમાંથી ઈન્સ્યુલિન પેદા કરતા બીટા કોષોની કાર્યક્ષમતામાં જ બદલાવ અાવે છે.

You might also like