અમદાવાદથી અાવતી-જતી સાત ફ્લાઈટ ડીલે

અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ ઉપર સવારના દસ વાગ્યા સુધીમાં અમદાવાદ અાવતી જતી દિલ્હી અને મુંબઈની સાત ફ્લાઈટ 17 મિનિટથી લઈને 129 મિનિટ સુધી મોડી પડી હોવાનું જાણવા મળ્યું હતું.

એરપોર્ટ ઉપર અાવતી જતી સાત જેટલી ફ્લાઈટ ધુમ્મસભર્યા વાતાવરણને કારણે 17 મિનિટથી લઇને 129 મિનિટ સુધી મોડી પડી હતી. અા ફ્લાઈટમાં અમદાવાદથી દિલ્હી જતી એર ઈન્ડિયાની એઅાઈ 18 નંબરની ફ્લાઈટ 55 મિનિટ મોડી ઉપડી હતી. જ્યારે ઈન્ડિગોની 6 ઈ 518 નંબરની ફ્લાઈટ 17 મિનિટ મોડી ઉપડી હતી. જ્યારે દિલ્હીથી અમદાવાદ અાવતી ફ્લાઈટમાં એર ઈન્ડિયાની એઅાઈ 19 નંબરની ફ્લાઈટ 129 મિનિટ મોડી પડી હતી. જ્યારે એર કેનેડાની એસી 6412 નંબરની ફ્લાઈટ પણ 129 મિનિટ મોડી પડી હતી. જ્યારે મુંબઈથી અાવતી એર ‍ઇન્ડિયાની એઅાઈ 30 નંબરની ફ્લાઈટ, એર કેનેડાની એસી 6436 નંબરની ફ્લાઈટ અને ઈથીયોપિયન એરલાઈન્સની ઈટ‍ી 1773 નંબરની ફ્લાઈટ 38 મિનિટ જેટલી મોડી પડી હતી.

You might also like