નાસાએ પૃથ્વી જેવા 7 નવા ગ્રહ શોધ્યાનો દાવો કર્યો, 3 પણ જીવન શક્ય

નવી દિલ્હીઃ અંતરિક્ષ એજન્સી નાસાએ પૃથ્વી જેવા 7 ગ્રહ શોધ્યાનો દાવો કર્યો છે. જેમાં ત્રણ પર જીવન શક્ય હોવાની સંભવનાઓ હોવાની વાત પણ સામે આવી છે. નાસાએ ટવીટર પર આ બાબતે માહિતી આપી છે. નાસાએ ટવીટ કર્યું છે કે નવો રેકોર્ડ, આપણા સૌરમંડલની બહાર આવાસીય ઝોનમાં એક તારાની આજુબાજુ ધરતીના આકરાના સાત નવા ગ્રહો મળી આવ્યાં છે. અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસાએ કહ્યું છે કે સ્પિટ્ઝર સ્પેસ ટેલીસ્કોપમાં જાણવા મળ્યું છે કે આ ગ્રહ આકરમાં પૃથ્વી જેટલો મોટો છે અને તેમાં જીવન શક્ય છે.

સાત પૃથ્વી આકરાના આ ગ્રહ 40 લાઇટ ઇયર્સના અંતર પર છે. વૈજ્ઞાનિકો પ્રમાણે છ ઇનર પ્લેનેટ જેવા ટેપ્રેચર ઝોનમાં છે. જ્યાં સર્ફેસનું તાપમાન જીરોથી 100 ડિગ્રી સેલ્સિયસ પર છે. તેમાંથી ત્રણ એવા છે કે જેમાં સમુદ્ર હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. એટલે કે તેની પર જીવન હોવાની શક્યા છે. વૈજ્ઞાનિકો પ્રમાણે એક Cool Dwarf Star પણ શોધવામાં આવ્યો છે. જેને TRAPPIST નામ આપવામાં આવ્યું છે. સ્પેસ એજન્સી નાસાએ પોતાના પાર્ટનર્સ સાથે મળીને આ નવી સોલર સિસ્ટમને શોધી કાઢી છે. આ વૈજ્ઞાનિકોની ટીમ  એક સદસ્યને કહ્યું કે તેમાંથી એક પ્લેનેટ એવું છે કે જેમાં પૃથ્વી જેવું જ પાણી છે. આ સિવાય બીજા ચાર પ્લેનેટ પર પણ લિક્વિડ વોટર હોવાની સંભાવાના છે.

http://sambhaavnews.com/

You might also like