આ છે દુનિયાના 7 સ્વચ્છ શહેર, ચારે બાજુ જોવા મળશે સફાઇ

દુનિયામાં એવા કેટલાક દેશ અને શહેર છે જે પોતાની પ્રાકૃતિક ખૂબસૂરતી, ઇમારતો, નદીઓ, તળાવો, જંગલો અને અન્ય બીજા કારણોથી આકર્ષણનું કેન્દ્ર બનેલા છે. આજે અમે તમને એવા શહેરો માટે જણાવીશું જે પોતાની સ્વચ્છતા માટે લોકોને પોતાની તરફ આકર્ષે છે.

1. લક્જમબર્ગ
લક્જમબર્ગ હિલસ્ટેશન પોતાની સ્વચ્છતા માટે દુનિયાભરમાં જાણીતી છે. ફ્રાંસ, જર્મની અને બેલ્જિયમના સેન્ટરમાં વસેલું આ શહેર પર્યટકોને તેની તરફ આકર્ષિત કરે છે.

lakshamburg

2. કેલગરી
કેનેડામાં આ શહેર ગ્રીનસીટીના નામથી પણ ઓળખાય છે. આ સિટીને ક્લીનસીટી માનવામાં આવી છે. અહીંના લોકો ઘરોમાં સફાઇનું ખાસ ધ્યાન રાખે છે અને કેલેગરી લીલીછમ હોવાની સાથે ઘણી કૂલ સીટી પણ છે.

canada-1
3. જ્યૂરિખ
સ્વિટ્ઝરલેન્ડના જ્યૂરિખનું જળવાયુ ઘણું સ્વચ્છ છે. તાજા પાણીના ઝીલ, નદીઓ અને શીતકાલીન વૃક્ષોથી આખું વર્ષ અહીં મોસમ ખુશનુમા રહે છે.

switzweland
4. એડિલેડ
ઓસ્ટ્રેલિયાનું આ શહેર ટોરેન્સ નદીના પાર્કલેન્ડનો ભાગ છે. આ ઘણું સાફ સફાઇ વાળુ છે અને દરેક વ્યક્તિની નૈતિક જવાબદારી પણ છે કે તેમની આસપાસ સ્વચ્છતા જાળવી રાખે છે.

australia

5. ફ્રીબર્ગ
જર્મનીના આ શહેરને ફ્લાવર સિટી પણ કહેવામાં આવે છે, અહીં હંમેશા ઝાડ, છોડ અને ઘણા પ્રકારના ઘાસના બગીચા હોય છે. દુનિયામાં પર્યાવરણ પ્રત્યે સૌથા વધારે સજાગ શહેરોમાં આ શહેરનો સમાવેશ થાય છે.

germany

6. સિંગાપુર
આ શહેરમાં પબ્લિક પ્લેસ પર કચરો નાંખવા અને થૂકવા પર સખત મનાઇ છે. એશિયાના ડેસ્ટિનેશનમાં આ ટોપ પર છે. જળવાયુ પ્રબંધન બાબતે દુનિયામાં એક નંબર પર છે.

singapore

7. કોબે
જાપાનની કોબે સિટી રહેવા માટે સુરક્ષિત અને સ્વચ્છ છે. અહીંયા રહેવારા લોકો રસ્તાની આજુબાજુ કચરો ફેંકતા નથી.

jaapan

You might also like