અમરનાથ શ્રદ્ધાળુઓ પર આતંકી હૂમલો : 7નાં મોત

શ્રીનગર :  જમ્મુ – કાશ્મીરનાં અનંતનાગમાં અમરનાથ યાત્રીઓની બસ પર આતંકવાદી હૂમલો થયો છે. જેમાં 77 શ્રદ્ધાળુઓનાં મોત નિપજ્યા છે. આ હૂમલો રાત્રહે 8.20 વાગ્યે થયો હતો.હૂમલામાં 7 શ્રદ્ધાળુઓ જોખમી થયા છે. જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર અમરનાથ યાત્રીઓથી ભરેલી એક બસ બાલ્ટાલથી મીર બજાર તરફ જઇ રહી હતી. દરમિયાન આતંકવાદીઓએ બસ પર ફાયરિંગ કર્યું હતું.

આતંકવાદીઓનાં ગોળીબારમાં 2 ગુજરાતી સહિત કુલ 6 શ્રદ્ધાળુઓનાં મોત નિપજ્યા છે. જ્યારે 7 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આ હૂમલા બાદ સુરક્ષા વ્યવસ્થા વધારે કડક કરી દેવામાં આવી છે. ઉપરાંત જમ્મુ શ્રીનગર હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. જે બસ પર આતંકવાદી હૂમલો થયો તે શ્રાઇબોર્ડમાં રજિસ્ટર્ડ નથી. એટલે કે આ બસની સાથે કેટલી સુરક્ષા વ્યવસ્થા હતી તેની તપાસ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે અમરનાથ યાત્રા દરમિયાન આતંકવાદી હૂમલોનાં મુદ્દે ઘણા લેવલમાં સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. એક એક યાત્રીની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. પછી આતંકવાદીઓએ શ્રદ્ધાળુઓને ટાર્ગેટ કરી કેવા હૂમલો કર્યો એ એક મોટો સવાલ છે. કેન્દ્ર સરકાર તરફતી આ વખતે શ્રદ્ધાળુઓની સુરક્ષા મુદ્રે વધારે સુરક્ષા દળો પણ ગોઠવવામાં આવ્યા હતા.

You might also like