68મો પ્રજાસત્તાક દિવસ: રાજપથ પર દેશની સંસ્કૃતિ અને શોર્યનું પ્રદર્શન

નવી દિલ્હી: દેશ આજે 68મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે પ્રધાનમંત્રી અમર જવાન જ્યોતિ પહોંચ્યા અને એમણે શહીદોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે વિઝિટર્સ બુક પર પોતાનો સંદેશ લખ્યો. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ચીફ ગેસ્ટ અબૂ ધાબીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન જાયદની સાથે રાજપથ પહોંચી ગયા છે. પ્રધાનમંત્રીએ વીરતા પ્રાપ્ત પુરસ્કાર લોકો સાથે મુલાકાત કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે અમર જવાન જ્યોતિ પર પુષ્પચક્ર અર્પિત કર્યું હતું. ત્યારે તેમની સાથે સેનાધ્યક્ષ જનરલ બિપીન રાવત, એરચીફ માર્શલ ધનોઆ, તથા એડમિરલ સુનિલ લાંબા હતા. સંરક્ષણપ્રધાન મનોહર પર્રિકરે તેમને ઈન્ડિયા ગેટ પર આવકાર્યા હતા.

આ પ્રસંગે ગૃહપ્રધાન રાજનાથસિંહ, મુખ્ય ન્યાયધીશ જે.એસ. ખહેડ, સ્પીકર સુમિત્રા મહાજન, નાણાપ્રધાન અરૂણ જેટલી પણ હાજર રહ્યા છે. ભાજપના મુખ્યાલય પર ધ્વજ ફરકાવીને ભાજપના અધ્યક્ષ અમિત શાહ રાજપથ પર પહોંચ્યા હતા.

10 વાગ્યે રાષ્ટ્રગીતની સાથે કાર્યની શરૂઆત થઇ અને રાષ્ટ્રપતિએ તિરંગાને સલામી આપી, રાષ્ટ્રપતિએ હવલદાર હંગપન દાદાને મરણોપરાંત અશોક ચક્રથી સમ્માન કર્યું હતું. હંગપન દાદાની પત્નીએ આ સમ્માન ગ્રહણ કર્યું હતું.

*  બાઇકના અને વિમાનોનો કરતબ જોઈ રાષ્ટ્રપતિ અચંબિત
-સુખોઇ-30 વિમાનોએ ત્રિશૂલનું ફોર્મેશન બનાવીને પોતાનું કરતબ દેખાડ્યું
– ત્યારબાદ 5 મિગ 29 વિમાનોએ દેખાડ્યું પોતાનું કરતબ
– પાંચ જેગુઆર વિમાનોએ કર્યું અરોહેડ ફોર્મેશન
– સ્વદેશ નિર્મિત ત્રણ તેજસ વિમાને 300 મીટરની ઊંચાઇ પર 780 કિમીન ઝડપે ઉડાન ભરીને પૂરા દેશને ગૌરવથી ભરી દીધું.
– ફ્લાઇ પાસ્ટની શરૂઆત, 3 અટેક હેલીકોપ્ટરની સાથે, 240 પ્રતિ કિમીની ઝડપે
– ત્યારબાદ આવ્યા 15 મોટરસાયકલ પર 60 જવાનોએ સવાર કરીને ચકિત કરી દે એવું પિરામીડ બનાવ્યું હતું.
– કોર ઓફ મિલિટ્રી પોલીસની મોટરસાયકલ સવાર ટૂકડીએ પોતાના કરતબોથી લોકોને ચકિત કરી દીધા હતા.

* વિવિધ શાળાના બાળકોએ અનેક કાર્યક્રમો કર્યા
– કેન્દ્રીય વિદ્યાલય, પીતમપુરા દિલ્હીના વિદ્યાર્થીઓએ તિરંગા નૃત્ય કરીને દેશભક્તિ દર્શાવી હતી.
– માઉન્ટ આબુ પબ્લિક સ્કૂલ, દિલ્હીના વિદ્યાર્થીઓએ અસમનું ટોકડી લોકનૃત્ય રજૂ કરીને અસમના લોક જીવન જીવિત કરી દીધું હતું.
– ત્યારબાદ સ્કૂલ બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમોની શરૂઆત થઇ, દિલ્હીની સર્વોદય કન્યા વિદ્યાલયની કન્યાઓએ પોતાના ગુલાબી પહેરવેશ સાથે મોહક ગીત રજૂ કર્યું.
– ત્યારબાદ ફૂલોથી સજાયેલી ગાડીમાંથી પસાર થઇને બહાદુરી પુરસ્કાર પ્રાપ્ત બહાદુર બાળકોએ પાજપર પર હધાનું આહ્વાન કર્યું. 

* વિવિધ રાજ્યો દ્વારા અનેક ટેબ્લો રજૂ કરીને લોકોને ચકિત કર્યા
 – હરિયાણાના ટેબ્લોમાં બાળકીઓ સાથે સમાનતાનો વ્યવહારનો સંદેશ આપવામાં આવ્યો હતો.
– હિમાચલ પ્રદેશના ટેબ્લામાં એમ્બ્રોઇડરીને દેખાડવામાં આવ્યો હતો.
– મહારાષ્ટ્રનો ટેબ્લો લોકમાન્ય તિલક પર કેન્દ્રિત હતો.
– પંજાબએ લગ્નના આગલા દિવસે કરવામાં આવતા નૃત્ય, તામિલનાડુએ સ્થાનિક લોકનૃત્ય તથા ગોવાએ પોર્ટુગલના નૃત્યથી પ્રભાવિત ડાન્સ રજૂ કર્યો હતો. 
– ઓડિશાએ દોલ યાત્રા પરનું ટેબ્લુ રજૂ કર્યું. 
– ગુજરાતનું ટેબ્લુ કચ્છની સંસ્કૃત્તિ, ત્યાંની પ્રિન્ટ પર આધારિત હતું. ટેબ્લુમાં ઊંટ, મોર અને નૃત્યનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. 
– લગભગ બે દાયકા બાદ ગુજરાતે કચ્છની થીમ પર ટેબ્લુ મોકલ્યો છે. 
– રાજપથ પર તમામ રાજ્યોનો સુંદર ટેબ્લો જોઇને લોકો આશ્વર્ય પામી ગયા.
– કાશ્મીરે બરફવર્ષા પર, આસામે કામાખ્યા મંદિરની થીમ પર ટેબ્લુ રજૂ કર્યાં. 

32 વર્ષમાં પહેલી વખત NSGના કમાન્ડોઝએ રાજપથ પર પરેડમાં ભાગ લીધો, જણાવી દઇએ કે આ બળનું ગઠન 1984માં થયું હતું. મુંબઇ હુમાલામાં એનએસજી કમાન્ડોએ 9 પાકિસ્તાન આતંકવાદીઓનો ઠાર કર્યો હતો.

રાષ્ટ્રપતિ ભવનથી રાજપથ સલામી સ્ટેજ ઉપરથી હેલીકોપ્ટરોની ટુકડી પોતાના કરતબ દેખાડતાં પસાર થઇ. યૂએઇને મિલેટ્રી બેન્ડના સભ્યોનું કરતબ જોવા લાયક હતું. ત્યારબાદ 61 કેવેલરીના ઘોડેસવારીનું કરતબ રાજપથથી પસાર થયું.

ટી-90 ટેન્કના મેકેનાઇલ્ડનું કરતબ જોઇને લોકો નવાઇ પામ્યા. આ પાછળ ઇન્ફેન્ટ્રી કોમ્બેક્ટ વ્હીકલનું કરતબ. ત્યારબાદ જોવા મળી બ્રહ્મોસ હથિયાર પ્રણાલી અને ત્યારબાદ હથિયાર ખોજી રડાર સ્વાતિ. સ્વાતિ સ્વદેશ નિર્મિત રડાર છે. ત્યારબાદ રાસાયણિક જૈવિક વિકિરણ નાભિકીય અતિરક્ષણ સ્વદેશ નિર્મિત વાહનોએ દેશની તાકાત દેખાડી.

કેપ્ટન અનિલ બંસલના નેતૃત્વમાં સ્વદેશી આકાશ મિસાઇલનું પ્રદર્શન કરવામાં આવ્યું. ત્યારબાદ જોવાલાયક હતું સ્વદેશમાં જ ધનુષ તોપ સિસ્ટમ. આ વિશ્વનું સૌથી આધુનિક અને ઉચ્ચે ટેકનીક વાળી તોપમાંથી એક છે. ત્યારબાદ માર્ચિગ કરતબની શરૂઆત થઇ મેકેનાઇઝ્ડ ઇન્ફેન્ટ્રી રેજિમેન્ટની સાથે. ત્યારબાદ બિહાર રેજિમેન્ટના જવાનોએ માર્ચ કરી.

નૌસેનાનું બ્રાસ બેન્ડ પોતાની ધુનથી લોકોને મોહિત કરી દીધા હતા. ત્યારબાદ આવ્યું નૌસેનાનું માર્ચિગ કરતબ. ત્યારબાદ ભારતીય વાયુસેનાએ માર્ચિગ કરતબે પાજપથ પર પોતાના શોર્યનું પ્રદર્શન કર્યું. બાદમાં નૌસેનાનું બેન્ડ સલામી મંચ સામેથી પસાર થયું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દેશના લોકોને 68માં ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે.


મહેમાન તરીકે અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નહયાન ઉપસ્થિત રહ્યા હતા. ઊંચી ઇમારતો પર સુરક્ષા દળોને વિમાન વિરોધી તોપોની સાથે તૈનાત કરવામાં આવી હતી. 15000 સીસીટીવી કેમરા લગાવવાની સાથે દરેક ગતિવિધિ પર નજર રાખવા માટે કન્ટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યા હતાં.

ઐતિહાસિક રાજપથ પર સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. સશસ્ત્ર દળોના સુપ્રીમ કમાન્ડર રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી દેશની સૈન્ય તાકાતનું અહીં પ્રદર્શન નિહાળ્યું હતું. સમગ્ર મધ્ય અને નવી દિલ્હી વિસ્તારમાં દિલ્હી પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળોના જવાનોને હજારોની સંખ્યામાં ગોઠ‌વવામાં આવ્યા હતાં.

You might also like