પ્રજાસત્તાક દિવસના પરેડની વિશેષતા

નવી દિલ્હી: આજે ભારતનો 67મો પ્રજાસત્તાક દિવસ છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને પ્રદેશોની રાજધાનીઓમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

નવી દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી દ્વારા ત્રિરંગો ફરકાવાવમાં આવ્યો હતો. જોકે આ વખતે પ્રજાસત્તાક દિવસે કેટલીક બાબતો અલગ રહી હતી. પહેલી વખત પ્રજાસત્તાક દિવસના સમારોહમાં એક વિદેશી સૈન્ય ટુકડી પણ પરેડમાં ભાગ લીધો હતો. અતિથિઓને વરસાદથી બચાવવા માટે કાચની છત બનાવવામાં આવી હતી. કુતરાઓના એક દળને પણ પરેડમાં સામેલ કરવામાં આવ્યું હતૂ અને સેનાનું એક દળ જેમાં માત્ર મહિલાઓ જ હતી તેમણે સ્ટંટ રજૂ કર્યો હતો.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્સવા ઓલાંદ પ્રજાસત્તાક દિવસની પરેડના મુખ્ય અતિથિ હતા. પાછલા વર્ષે આયોજીત પ્રજાસત્તાક દિવસના સમારોહમાં અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા મુખ્ય અતિથિ હતા.

પાછલા વર્ષે વરસાદને કારણે હાજર રહેલાં અતિથિઓને મુશ્કેલી થઇ હતી. જેથી આ વર્ષે વીવીઆઇપી બેઠકવાળી જગ્યા પર એક કાચની છત બનાવવામાં આવી હતી.

રાજપથ પર થનારી પરેડમાં પહેલી વખત કોઇ વિદેશી સૈન્ય ટુકડીએ ભાગ લીધો હતો. ફ્રાન્સની 76 સૈનિકોની એક ટુકડીએ આ વખતે માર્ચ કરી હતી. જેમા 48 સંગીકારો પણ સામેલ હતા.

સીમા સુરક્ષા દળ(બીએસએફ)ની ઉંટની ટુકડીની સાથે કુતરાઓની ટુકડી પણ પોતાના મેન્ટર્સ સાથે પરેડમાં સામેલ થઇ હતી. જોકે આ વખતે આઇટીબીપી, સીઆઇએસએફ અને એસએસબી જેવા અર્ધસૈનિક દળોની ટુકડી પરેડમાં સામલે થઇ નહોતી.

દર વર્ષે સેનામાં મોટર સાયકલ પર જવાનો પોતાનું કરતબ દેખાડે છે. આ વર્ષે મહિલાઓની એક ટુકડી મોટરસાઇકલ પર કરતબ દેખાડ્યું હતું. નોંધનીય છે કે ભારતમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી વર્ષ 1950થી શરૂ કરવામાં આવી હતી. આ દિવસે દેશના સંવિધાનને અંગીકાર કરવામાં આવ્યું હતું.

You might also like