૬૬.૧૧ ટકા ભારતીય બાળકોમાં શુગર-લેવલ નોર્મલ નથી

નેશનલ સર્વેમાં નોંધાયેલા અાંકડા અાઘાતજનક છે કે ભારતના ૬૬.૧૧ ટકા બાળકોમાં શુગર-લેવલ હોવું જોઈએ એટલું નોર્મલ નથી. મતલબ કે અા બાળકો ડાયાબિટીસનો ભોગ બને એવું જોખમ તોળાય છે. અા સર્વેમાં ત્રણ વર્ષ દરમિયાન ૧૭,૦૦૦ બાળકોનું સ્ક્રીનિંગ કરવામાં અાવ્યું હતું. એમાં જોવા મળ્યું હતું કે ૫૧.૭૬ ટકા છોકરાઓમાં ડાયાબિટીસ કન્ટ્રોલ માટેનું ઈન્ડિકેટર ગણાતી HBA1c નામની ટેસ્ટનું લેવલ એબ્નોર્મલ હતું. પશ્ચિમ ભારતનાં બાળકોમાં એબ્નોર્મલિટીનું પ્રમાણ ૬૮.૪૮ ટકા, પૂર્વ ઝોનમાં ૬૧.૪૮ ટકા અને ઉત્તર ઝોનમાં ૬૪.૭૧ ટકા નોંધાયું હતું.

You might also like