65મો નેશનલ એવોર્ડની થઇ જાહેરાત, ‘ઢ’ને મળ્યો બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ

આજે દિલ્હી ખાતે 65માં રાષ્ટ્રીય પુરસ્કારોની ઘોષણા કરવામાં આવી રહી છે. 65માં રાષ્ટ્રીય પુરસ્કારમાં બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીને આપવામાં આવ્યો છે. આ અવોર્ડમાં લાઇફટાઇમ અચિવમેન્ટ અવોર્ડ દિવંગત એક્ટર વિનેદ ખન્નાને આપવામાં આવ્યો છે. આ વર્ષે બેસ્ટ ફિલ્મનો અવોર્ડ આસામી ફિલ્મ ‘વિલેજ રૉક સ્ટાર’ને આપવામાં આવ્યો છે. સાથે જ બેસ્ટ પોપ્યુલર ફિલ્મનો એવોર્ડ ‘બાહુબલી 2’ ને મળ્યો છે. સાથે જ રાજકુમાર રાવની ફિલ્મ ‘ ન્યૂટન’ ને બેસ્ટ હિન્દી ફિલ્મનો અવોર્ડ આપવામાં આવ્યો છે. આ જ ફિલ્મ માટે પંકજ ત્રિપાઠીને સ્પેશિયલ મેન્શન અવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

બેસ્ટ હિન્દી ફિલ્મ: ન્યૂટન

બેસ્ટ પૉપ્યુલર ફિલ્મ (એન્ટરટેનમેન્ટ): બાહુબલી: ધ કન્ક્લૂઝન

બેસ્ટ એક્શન ડિરેક્શન: અલી અબ્બાસ મોગલ (બાહુબલી: ધ કન્ક્લૂઝન)

બેસ્ટ સ્પેશિયલ ઇફેક્ટ્સ: બાહુબલી: ધ કન્ક્લૂઝન

સ્પેશિયલ મેન્શન એવોર્ડ: પંકજ ત્રિપાઠી (ન્યૂટન)

બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર: શાશા તિરુપતિ (મલયાલમ)

બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ: દિવ્યા દત્તા (ઇરાદા)

બેસ્ટ ડિરેક્શન : ભયાનકમ (મલયાલમ ફિલ્મ)

બેસ્ટ એક્ટ્રેસ: શ્રીદેવી (મૉમ)

બેસ્ટ એક્ટર: રિદ્ઘિ સેન (બંગાળી ફિલ્મ નગર કીર્તન)

બેસ્ટ કોરિયોગ્રાફર: ટૉઇલેટ એક પ્રેમ કથા

બેસ્ટ મ્યૂઝિક ડિરેક્ટર: એ.આર. રહેમાન

દાદા સાહેબ ફાળકે એવોર્ડ: દિવંગત વિનોદ ખન્ના

બેસ્ટ ગુજરાતી ફિલ્મ: ‘ઢ’

બેસ્ટ ઉડિયા ફિલ્મ: Hello Arsi

બેસ્ટ કન્નડ ફિલ્મ: Hebbettu Ramakka

બેસ્ટ મરાઠી ફિલ્મ: કચ્ચા લિંબૂ

નરગિસ દત્ત એવોર્ડ (ફિચર ફિલ્મ): ઠપ્પા (નિપુણ ઘર્માધિકારી)

બેસ્ટ ચાઇલ્ડ ફિલ્મ: મ્હોરક્યા

You might also like