મુંબઇ આતંકવાદી હૂમલા પાછળ પાક. હોવાનું ચીને સ્વિકાર્યું

હોંગકોંગ : ચીનની સરકાર મીડિયાએ પહેલીવાર જાહેર રીતે સ્વિકાર કર્યો કે 26 નવેમ્બરનાં રોજ મુંબઇ
શહેર પર થયેલા આતંકવાદી હૂમલામાં પાકિસ્તાનની ભુમિકા હતી. આ હૂમલામાં 164 લોકોનાં મોત નિપજ્યા હતા અને 308 વ્યક્તિ ઘાયલ થઇ ગયા હતા. ચીનનાં સરકારી ટલિવિઝન સીસીટીવી9 પર હાલમાં પ્રસારિત કરવામાં આવેલ ડોક્યુમેન્ટ્રીમાં મુંબઇ આતંકવાદી હૂમલામાં લશ્કર એ તોયબા અને પાકિસ્તાનની છુપી હાજરીને હાઇલાઇટ કરવામાં આવી હતી. આ આતંકવાદી હૂમલાને હાઇલાઇટ કર્યા છે.
જમાત ઉદ દાવા અને લશ્કર એ તોયબાનાં ત્રણ આતંકવાદીઓની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અલકાયદા પ્રતિબંધ સમિતી દ્વારા લિસ્ટિંગમાં ચીને ગત્ત વર્ષે સપ્ટેમ્બરમાં ટેકનીકલ વાંધો ઉઠાવ્યો હતો. આ રીતે સીસીટીવી9ની ડોક્યુમેન્ટ્રીને મહત્વની માનવામાં આવે છે. આ ત્રણ આતંકવાદી છે હાફિઝ અબ્દુલ રહેમાન મક્કી, તહલા સઇદ અને હાફિઝ અબ્દુલ રઉફ. ત્યારે આંતરરાષ્ટ્રીય સમુહનાં તમામ સભ્યોએ તેના પર પ્રતિબંધનું સમર્થન કર્યું હતું. પરંતુ પાકિસ્તાનનાં સપોર્ટમાં ચીને તેનો વિરોધ કર્યો હતો. જેશ એ મોહમ્મદનાં ચીફ હાફિઝ સઇદના નામ પર આવી જ ટેક્નીકલ વિરોધનાં કારણે ચીન દુનિયાભરનો વિરોધ પહેલાથી જ કરી રહ્યું છે. નોંધનીય છે કે જેશ એ મોહમ્મદને સંયુક્ત રાષ્ટ્ર પ્રતિબંધ સમિતીએ પહેલા જ પ્રતિબંધિત કરી દીધેલું છે.

You might also like