હિરોશીમાં પરમાણુ હૂમલા માટે અમેરિકા માફી નહી માંગે: ઓબામા

ટોક્યો : અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાંએ હિરોશીમાં અને નાગાસાકી પર કરેલા પરમાણુ બોમ્બ વિસ્ફોટ માટે માફી માંગવાનો ઇન્કાર કરી દીધો છે. ઓબામાએ જાપાનનાં જાહેર પ્રસારક એનએચને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે તે હિરોશિમાં પર પરમાણુ હિમલા માટે આ અઠવાડીયે પોતાની ઐતિહાસિક જાપાન યાત્રા દરમિયાન માફી નહી માંગે. ઓબામાનાં આ નિવેદન બાદ જાપાન યાત્રાનાં પહેલા આવ્યું છે. ઓબામાં હાલ વિયતનામની યાત્રા પર છે. ત્યાર બાદ તે હિરોશીમાં જશે.

જ્યારે ઓબામાને પુછવામાં આવ્યું કે તેમની તરફથી કરવામાં આવતી ટીપ્પણીઓમાં માફીનો પણ સમાવેશ થાય છે કે કેમ તો તેમણે કહ્યું કે મારૂ માનવું છે કે તે એક યુદ્ધનો સમય હતો. તે દરમિયાન નેતાઓએ કઇ પરિસ્થિતીમાં નિર્ણયો લીધા હોય. શું તે સમયની પરિસ્થિતી હોય જેનાં કારણે તેવા નિર્ણયો લેવા પડ્યા હોય.આ ઇતિહાસકારોનું કામ છે કે તેઓ સવાલ પુછે અને તેની તપાસ કરે. પરંતુ હું આ પદ પર બેઠેલા વ્યક્તિનાં સ્વરૂપે એટલું જાણુ છું કે દરેક નેતા ઘણા કડક નિર્ણયો લેતો હોય છે ખાસ કરીને યુદ્ધ દરમિયાન.

ઓબામાં પહેલા એવા અમેરિકન રાષ્ટ્રપતિ છે જે રાષ્ટ્રપતિની હેસિયતથી હિરોશીમાની અધિકારીક યાત્રા કરશે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાને અમેરિકાનાં પર્લ હાર્બર પર હૂમલો કરીને તેને તબાણ કરી દીધું હતું. હૂમલાથી અમેરિકા જાણે હચમચી ગયું હતું. તેનો બદલો લેવા માટે 6 ઓગષ્ટ 1945નાં રોજ હિરોશીમા પર હૂમલો કરીને પરમાણુ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. પરમાણું બોમ્બનું નામ હતું લિટલ બોય. હૂમલામાં લગભગ 1 લાખ 40 હજાર લોકોનાં મોત નિપજ્યા હતા. હૂમલા બાદ સેંકડો લોકો રેડિએશનનો ભોગ બન્યા અને તેમનાં મોત નિપજ્યા. તેનાં જ ત્રણ દિવસ બાદ નાગાસાકી પર પણ હૂમલો કરવામાં આવ્યો. જેમાં 74 હજાર લોકોનાં મોત નિપજ્યા.આ બોંબનું નામ ફેટ હતું. આનાં 6 દિવસ બાદ જાપાને સરેન્ડર કર્યું અને બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો.

You might also like