સુરતમાં બનશે 61 માળનું રેલવે સ્ટેશન, રેલવે પ્રધાન સુરેશ પ્રભુની જાહેરાત

સુરત: રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ બુધવારે સુરતની મુલાકાત દરમિયાન જાહેરાત કરી હતી કે સુરત રેલવે સ્ટેશનની પાંચ હજાર કરોડ રૂપિયાના ખર્ચે કાયાપલટ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, સુરત રેલવે સ્ટેશનના રિડિવેલપમેન્ટમાં 38 જેટલી જાણીતી કંપનીઓએ રસ દાખવ્યો છે, અને આ અંગે આવતા મહિને ટેન્ડર બહાર પાડવામાં આવશે.

સુરેશ પ્રભુ ગઈ કાલે શહેરમાં ગુજરાત સરકાર, એસટી નિગમ તેમજ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે એક એમઓયુ પર સહી કરવા માટે આવ્યા હતા. આ દરખાસ્ત અનુસાર, સુરત રેલવે સ્ટેશનને રિડિવેલપ કરીને 61 માળની ગગગનચુંબી ઇમારત બનાવાશે, અને આ બિલ્ડિંગ શહેરનું મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ પણ બની રહેશે.

પીપીપીના ધોરણે નવું સ્વરુપ ધારણ કરનારું સુરતનું રેલવે સ્ટેશન દેશનું પહેલું આવું રેલવે સ્ટેશન બની રહેશે. રેલવે પ્રધાને જણાવ્યું હતું કે, રેલવે મંત્રાલય હવે પોતાની ત્રીજી ભાગની આવક રેલેવે સ્ટેશનોના ડિવેલપમેન્ટ અને નોન-રેલવે કામોમાંથી મેળવવાનું લક્ષ્યાંક રાખે છે. જેની શરૂઆત સુરતથી થશે.

You might also like