કુંકાવાવમાં ફરીથી દીપડાનો આતંક, 6વર્ષના બાળકનું મોત

અમરેલી જિલ્લામાં એકવાર ફરીથી દીપડાનો આતંક શરૂ થયો છે. અમરેલીના કુંકાવાવમાં દીપડાના આતંકના કારણે એક પરિવારમાં શોક છવાઈ ગયો હતો. ત્યારે હવે મેઘા પીપળીયા ગામમાં દીપડો બાળક પર હુમલો કર્યો છે.

વાડી વિસ્તારમાં બહાર સૂઈ રહેલા 6 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો છે. દીપડાના હુમલાથી બાળકનું મોત નિપજ્યું છે. આ ઘટનાની જાણ થતા વનવિભાગ અને પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બાળકને આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયો હતો. જો કે બાળકનું મોત થઈ ગયું હતું.

આ મામલે અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. વાડી વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય પરિવારમાં બાળક ગુમાવવાના કારણે શોક છવાઈ ગયો હતો. દીપડો બાળકને ખેચી જતા પિતા બચાવવા માટે પાછળ દોડ્યા હતા.

You might also like