સ્માર્ટફોનની સ્પીડ વધારવા માટે અપનાવો આ ટ્રિક્સ…

હોમ સ્ક્રીનને સાફ રાખો

ઘણા લોકો એવા હોય છે કે સ્માર્ટફોનની સ્ક્રીન પર ઘણી એપ રાખે છે જે ફોનને ઘીમો કરી દેવાનું સૌથી મોટુ કારણ છે. એવામાં જો તમારાફનની હોમ સ્ક્રીન પર હવામાન, લાઈવ વોલપેપર જેવા એપના આઈકન હોય તો તેને હટાવી દો.

ડાટા સેવર મોડને ઓન કરો

ફોનમાં રહેલા ગુગલ ક્રોમમાં ડાટા સેવર મોડ ઓન કરવાનો ફાયદો એ છે કે કોઈ પણ સાઈટ ઓપન કરો છો તો તેના પેજ પર રહેલા વીડિયો અને ફોટોની ક્વોલિટી થોડી નબળી પડી જાય છે. એવામાં હેવી પેજ સહેલાઈથી લોડ થી જા છે અને તમારો પોન ઝડપથી કામ કરે છે.

ઓટો સિંક

આજકાલ દરેક સ્માર્ટફોનમાં ઓટો સિંક ઓન રહે છે જેના કારણે તમારા ફોનના ડાટાનો બેકઅપ બેકગ્રાઉન્ડમાં ચાલુ રહે છે. ફોટો અને વીડિયો જાતેજ ગુગલ ડ્રાઈવમાં અપલોડ થતા રહે છે. ઓટો સિંકને બંધ કરી દો, તમારો ફોન પહેલા કરતા વધુ સ્પીડમાં ચાલવા લાગશે.

મેમરી કેવી રીતે ક્લિયર કરશો

કેટલાક સમય ફોનને વાપરવા પર સ્ટોરેજમાં કેશ મેમરી બને છે જે તમારા ફોનની સ્ટોરેજને ઘેરે છે અને એવામાં તમારો ફોન સ્લો થઈ જાય છે. કેશ ક્લિયર કરવા માટે ફોનની સેટિંગ્સમાં જઈને સ્ટોરેજમાં જઈ કેશ મેમરીને ક્લિયર કરી દો.

ફોનના ઓપરેટિંગ સિસ્ટમને અપડેટ રાખો

ઘણી કંપનીઓ સમય-સમયે સ્માર્ટફોન માટે અપડેટ જાહેર કરતી હોય છે. એવામાં તમારા ફોનમાં અપડેટ આવ્યુ છે તો જરૂર અપડેટ કરો. આ ઉપરાંત તમે સેટિંગ્સમાં જઈને પણ અપડેટ માટે ચેટ કરી શકો છો.

કોઈ પમ ઉપાય કામ ન કરે તો રીસેટ કરો

જો તમામ પ્રયત્ન કર્યા બાદ પણ કોઈ ઉપાય કામ ન લાગે તો ડાટાનો બેકઅપ લીધા બાદ પોનની ફેક્ટરી રીસેટ કરો. રીસેટ કર્યા બાદ ફોનમાં સેવ, મ્યુઝિક, વીડિયો, ફોટો અને મેસેજ દરેક વસ્તુ ડીલીટ થઈ જશે. ફન એકદમ નવા જેવો થઈ જશે.

You might also like