સેક્સ કરવાનું બંધ કરશો તો થશે આ નુકસાન

રોજની અન્ય જરૂરિયાતોની જેમ સેક્સ પણ એક જરૂરિયાત છે. જો કે આપણા સમાજમાં કોઇ દિવસ આ વિષયને લઇનો ખોલીને વાત થઇ શકતી નથી. પરંતુ સ્વાસ્થ્ય સભર રહેવા માટે આ પણ જરૂરી છે. નિયમિત સંબંધ બનાવવા માટે શરીરને ઘણા પ્રકાના ફાયદા થાય છે. જો તમે સંબંધ બનાવાનું છોડી દો છો તો તેનાથી શરીર પર ઘણા પ્રકારની ખરાબ અસર પડે છે. તો ચલો જાણીએ એનાથી થતાં નુકસાન માટે…

ઘણી બાબતોમાં એવું સાબિત થયું છે કે સેક્સ સંબંધ બનાવવાથી રોગથી લડવાની શરીરની ક્ષમતા વધે છે. જો કે હસ્તમૈથુનથી પણ ફાયદો થાય છે પરંતુ પૂરી સેક્સ પ્રક્રિયાથી તમને ઇન્ફેક્શન અને બીમારીથી સક્રિય રૂપથી લડવામાં મદદ મળે છે.

જો તમે નિયમિત રૂપથી વર્કઆઉટ કરતાં નથી તો સેક્સ કરવાથી તમારું શરીર સરખા આકારમાં અને સ્વસ્થ રહે છે. આવું નહીં કરવાથી તમારા મસલ્સ અને હોર્મોન્સ પર ખરાબ અસર પડે છે.

સ્ટ્રેસ અને તણાવને ઓછો કરવા માટે યૌન સંબંધ મોટી ભૂમિકા નિભાવે છે. વધારે સ્ટ્રેસથી બ્લડ પ્રેશર વધી જાય છે અને સમસ્યા પેદા થાય છે.

જે લોકો નિયમિત રીતે શારિરીક સંબંધ બનાવે છે, તેમની સરખામણીએ તે લોકોમાં ઇરેક્ટાઇલ ડિસ્ફક્શનનું જોખમ વધારે રહે છે જે એનાથી ટાળે છે. નિયમિત સેક્સ કરવાથી પુરુષોના અંગ પર સકારાત્મક અસર પડે છે.

જો તમે એવું વિચારીને યૌન સંબંધ બનાવવાનું ટાળો છો કે વજાઇના ટાઇટ થઇ જશે તો ખોટું છે. આ વાતને યૌન સંબંધ બનાવવાથી કોઇ લેવાદેવા નથી.

કેટલાક એક્સપર્ટનું કહેવું છે કે નિયમિત સેક્સ સંબંધ બનાવવાથી તમારી યોનેચ્છા મજબૂત રહે છે. તેમનું માનવું છે કે જો તમે એને ટાળતા રહો છો તો સેક્સ પ્રત્યે તમારી ઇચ્છા પણ ઓછી થઇ જશે અને શક્તિ પણ ઓછી થઇ જશે.

You might also like