અમદાવાદ : ISISના બે આતંકી ઝડપાયા બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પણ શહેરમાં સર્ચ ઓપરેશ હાથ ધર્યુ છે. ક્રાઇમ બ્રાંચની વિવિધ ટીમોએ શહેરની કેટલીક હોટલ અને વિવિધ સંભવીત સ્થાનો પર તપાસ હાથ ધરી છે. પોલીસને મળેલા ઇનપુટ મુજબ 6 શખ્સો અમદાવાદમાં ઘુસી ગયા છે.
રાજકોટમાં આઈએસઆઈએસના કેસ સંદર્ભમાં બે યુવકોની ધરપકડ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પણ શહેરમાં ઘુસેલા છ શંકાસ્પદોની તપાસ શરૂ કરી દીધી છે. ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમો છ શંકાસ્પદના ફોટોગ્રાફ સાથે શહેરના હોટલો અને વિવિધ સંભવીત આશ્રય સ્થાનોની તપાસ ચલાવી રહી છે.
રાજકોટમાં ગુજરાત એન્ટી ટેરેરીસ્ટ સ્કવોર્ડ દ્વારા આઈએસઆઈએસના કાવત્રાના પર્દાફાસ ખર્યા બાદ તમામ સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે. રવિવાર સાંજથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમો દ્વારા શહેરના સંભવીત સ્થળો સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. તેમજ પોલીસ દ્વારા વિવિધ હોટલોમાં છ શંકાસ્પદ વ્યકિતઓનો ફોટોગ્રાફ પણ બતાડવામાં આવ્યા હતા. જો કે હજી સુધી ક્રાઈમ બ્રાન્ચ જેમને શોધી રહી છે. તેમનો પત્તો નથી. આ છ શંકાસ્પદ કોણ છે તે અંગે સત્તાવાર કોઈ કહેવા તૈયાર નથી.
ત્યારે ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારી દ્વારા એવું કહેવમાં આવ્યું કે શહેરમાં ઘરફોડ ચોરી કરતી ગેંગ પ્રવેશી હોવાના, સંદર્ભમાં આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જયારે રાજય ઉપર આતંકવાદનો ખતરો હોય ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ જેવી મહત્વની બ્રાન્ચ આતંકવાદનો મુદ્દો બાજુ ઉપર મુકી ઘરફોડ ચોરની તપાસમાં નિકળે તે વાતમાં તથ્ય લાગતુ નથી.
ATS દ્વારા ISISના બે આરોપી વસિમ અને નઈમને અમદાવાદ લાવવામાં આવ્યા હતા. ત્યારે આ મામલામાં મોબાઇલ, ગન પાઉડર સહિતની સામગ્રી FSLમાં મોકલવામાં આવશે, જયાં વધુ ખુલાસા થાય એવી શકયતા છે.
વસીમ અને નઇમ બંને આતંકીઓ ISISના હેન્ડલર કાસમીના સંપર્કમાં હતા. બંને આતંકીઓ ISISના સંપર્કમાં હતા. જયારે આતંકી પાસેથી પકડાયેલો એક્સોપ્લોઝિવ જે છે, તેફટાકડા બનાવવાનો પાવડર છે.