માત્ર આ 6 લોકોને જ માહિતી હતી 500 અને 1000ની નોટોના પ્રતિબંધની

નવી દિલ્હીઃ મોદી સરકારે 500 અને 1000ની નોટો પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય રાતો રાત નથી લીધો. આ યોજના 6 મહિનાથી ચાલી રહી હતી. આ યોજના છ મહિના પહેલાં બનવાની શરૂ થઇ હતી. તેનો ઉદ્દેશ્ય બ્લેકમની પર કંટ્રોલ કરવાનો જ ન હતો પરંતુ નકલી નોટોમાંથી છૂટકારો મેળવવાનો પણ હતો.

મળતી માહિતી મજબ સરકારના આ નિર્યની જાણકારી માત્ર ગણતરીના લોકોને જ હતી. પ્રિન્સિપલ સેક્રેટરી નૃપેંદ્ર મિશ્રા, પૂર્વ અને વર્તમાન આરબીઆઇ ગવર્નર, નાણા સચિવ અશોક લવાસા, આર્થિક મામલાના સચિવ શક્તિકાંત દાસ અને નાણા મંત્રી અરૂણ જેટલીને હતી. સૂત્રો પ્રમાણે યોજનાને અમલમાં મૂકવાની પ્રક્રિયા બે મહિના પહેલા શરૂ થઇ હતી. આ યોજનાની સફળતાનું મુખ્ય કારણ એ હતું કે આ યોજના ખૂબ જ ગુપ્ત રીતે તૈયાર થઇ હતી. જો કે અચાનક કરવામાં આવેલી જાહેરાતને પગલે અમારી સામે આ યોજનાને લાગુ કરવા માટે કેટલાક પડકાર સામે આવી શકે છે. તેમ અધિકારીએ જણાવ્યું છે.

અધિકારી પાસે મળતી માહિતી મુજબ નકલી નોટોનો વ્યાપ વધી રહ્યો હતો. તેવામાં 400થી 500 કરોડની નકલી નોટો માર્કેટમાં હોવાની વાત પણ સામે આવી છે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય કાળા નાણા પર રોક લગાવવા અંગેનો હતો. જો કે આ અંતર્ગત કેટલી રકમ છૂપી પડેલી છે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. આ નવી કાર્યવાહીને પગલે ક્રેડિટ, ડેબિટ કાર્ડ અને ચેક દ્વારા પેમેન્ટ વધી જશે.

You might also like