રાજ્યમાં ૬ની તીવ્રતાના ભૂકંપની આશંકા

અંજાર : કચ્છમાં મહાવિનાશકારી ભૂકંપની ૧૫ મી વરસી પૂર્વે જ સિસ્મોલોજી વિભાગ અને વૈજ્ઞાનિકોને આશંકા છે કે રાજ્યમાં ગમે તે સ્થળે અને સમયે ૬ ની તીવ્રતાનો ભૂકંપ આવી શકે છે. કચ્છના ભૂગર્ભમાં હિલચાલ અને ચોબારી પટ્ટામાં સતત ધડાકાના કચ્છની તપાસના પ્રાથમિક રિપોર્ટમાં મોટો ભૂકંપ આવી શકે તેવું તારણ લાલબત્તી સમાન છે. ભૂકંપની આગાહી થઇ શકતી નથી પરંતુ કચ્છના ભૂગર્ભમાં ૧૫ વર્ષ પૂર્વે જેવી હિલચાલ જોવા મળી રહી છે પરંતુ ફોલ્ટ લાઇન આસપાસ કોઇ ફેરફાર જોવા મળેલ નથી.

 

ટૂંક સમયમાં ફાઇનલ રિપોર્ટ આવી જશે તેમ સિસ્મોલોજી વિભાગના વર્તુળોએ જણાવ્યું હતું. ૨૬મી જાન્યુઆરી ૨૦૦૧નાં કચ્છમાં કેન્દ્રબિંદુ ધરાવતો મહાવિનાશકારી ભૂકંપને ૧૫મી વરસી આવી રહીછે ત્યારે જ બરાબર જાન્યુઆરીનાં પ્રથમ અઠવાડિયામાં ભેદી ધડાકાઓ સંભળાવવા પામતા કચ્છથી લઇ અને સર્વે જગ્યાએ પ્રાકૃતિક આપદાનો ભય ફેલાઇ જવા પામી ગયોહતો. ચોબારી પટ્ટામાં ૪૦ જેટલા ધડાકાઓ સંભળાયા હોવાથી ગાંધીનગર સિસ્મોલોજી વિભાગ દ્વારા વૈજ્ઞાનિકોની ટીમ કચ્છમાં ભચાઉ તાલુકાનાં ચોબારી ગામમાં બે દિવસનાં ધામા નાખ્યા હતા ત્યાર પછી પ્રાથમિક રિપોર્ટ રજુ થવા પામી ગયો છે.

 

સંશોધન બાદ આ પ્રાથમિક રિપોર્ટમાં કચ્છના એપી સેન્ટર ધરાવનાર વિસ્તારમાં જમીનમાં કોઇ જ મોટા ફેરબદલ જોવા નથી મળ્યા પરંતુ પ્રાથમિક રિપોર્ટમાં લેવાયેલા અહેવાલો અનુસાર ગુજરાતમાં ૬ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવી શકવાની દહેશત વ્યક્ત કરવામાં આવી હોવાનું માલુમ પડી રહ્યું છે. છેલ્લાં કેટલાય દિવસોથી કચ્છનાં અમુક વિસ્તારોમાં જમીનમાં ધડાકા સાથે કંપન અનુભવાઇ રહ્યો છે.

 

પરિણામે ઇન્સ્ટિયૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચના વૈજ્ઞાનિકોએ કચ્છમાં પડાવ નાંખીને આધુનિક મશીનથી સર્વેક્ષણ કર્યું એટલું જ નહીં બે દિવસ સુધી એનાલિસિસ પણ કર્યું જેમાં એવા પ્રાથમિક તારણો નીકળ્યાં છે કે જમીનમાં આંશિક ભૂગર્ભીય હિલચાલને લીધે ધડાકા સંભળાય છે અને લોકોને કંપન અનુભવાય છે. મહત્ત્વની વાત એ છે કે ભૂકંપની આગાહી થઇ શકતી નથી પણ વૈજ્ઞાનિકોનું માનવું છે કે ગુજરાતમાં ગમે ત્યારે ગમે ત્યાં છ ની તીવ્રતાએ ભૂકંપ આવી શકે છે.

 

કચ્છમાં છેલ્લાં પંદરેક દિવસમાં ૩૦ વખત જમીનમાં હળવા આંચકા અનુભવાયા છે. જેના લીધે લોકોમાં ભય પ્રસર્યો હતો. સિસ્મોલોજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટના ત્રણ વૈજ્ઞાનિકોની ટીમે આખાયે વિસ્તારમાં ફરીને ત્રિસ્તરીય તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે જમીનમાં ખૂબ ઓછી ઊંડાઇમાં હિલચાલ થતા ધડાકા સંભળાય છે. સર્વેમાં જાણવા મળ્યું હતું કે કચ્છ ફોલ્ટ લાઇનની આસપાસ કોઇ ફેરફાર જોવા મળ્યો નથી. જમીનમાં યે કોઇ અન અપેક્ષિત હિલચાલ જોવા મળી નથી. નજીકના ભવિષ્યમાં પણ કોઇ મોટો ભૂકંપ પણ થાય તેવી સંભાવના નથી.

 

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કચ્છમાં ફાઇઍટર જેટ પ્લેન ઉડે ત્યારે આ પ્રકારના ધડાકા સંભળાય છે. અગાઉથી ભૂકંપની ચેતવણી મળી શકે તેવું કોઇ મશીન નથી છતાંયે એવા તારણો છે કે ગુજરાતમાં ૬ ની તીવ્રતાનો ભૂકંપ આવી શકે છે. જો કે અત્યારે પ્રાથમિક રિપોર્ટમાં આખરી ઓપ અપાયો છે. એકાદ સપ્તાહમાં ફાઇનલ રિપોર્ટ તૈયાર કરાશે

You might also like