ઝારખંડમાં મોટો નકસલી હુમલો, 6 પોલીસકર્મી શહીદ, 5 ઘાયલ

ઝારખડનાં ગઢવા જિલ્લામાં નક્સલીઓએ બારૂદી સુરંગમાં વિસ્ફોટથી કરેલા હુમલામાં જગુઆર ફોર્સના છ જવાન શહીદ થયા છે જ્યારે અન્ય પાંચ ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર ઝારખંડ જગુઆરના 112 બટાલિયનના જવાન સર્ચ ઓપરેશન કરી રહ્યાં હતા ત્યારે આ હુમલો કરવામાં આવ્યો છે.

નકસલીઓએ બ્લાટ બાદ ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. ફાયરિંગમાં છ જવાન શહીદ થયા હતા. જવાનોએ જવાબી કાર્યવાહી કરતાં ફાયરિંગ કર્યું હતું. એક મળતા અહેવાલ મુજબ મોડી રાત સુધી નકસલીઓ અને જવાનો વચ્ચે અથડામણ ચાલી હતી.

ઝારખંડ જગુઆર ફોર્સ રાજ્ય પોલીસનું વિશેષ સુરક્ષા દળ છે. ઉલ્લેખનીય છે કે છત્તીસગઢના કોંડાગાવ જિલ્લામાં ત્રણ લાખ રૂપિયાના ઇનામી મહિલા નકસલીએ પોલીસની સામે આત્મસર્પણ કર્યું હતું.

ઝારખંડના લાતેહારમાં મોટો નકસલી હુમલો થયો હતો. બુઢા પહાડ પર પોલીસકર્મી અને નકસલી વચ્ચે થયેલી અથડામણમાં 6 પોલીસકર્મી શહીદ થયા હતા, જ્યારે 5 પોલીસકર્મી ઘાયલ થયા હતા.

પોલીસ પાર્ટી જ્યારે સર્ચ માટે જઈ રહી હતી ત્યારે નકસ્લીઓએ હુમલો કર્યો હતો. હાલ પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

You might also like