તુર્કીના દિયારબાકિર બસ સ્ટેશન નજીક વિસ્ફોટ

અંકારા: દક્ષિણ-પૂર્વી તુર્કીના દિયારબાકિર પ્રાંતમાં ગુરુવારના રોજ એક બસ સ્ટેશન નજીક વિસ્ફોટકમાં 6 પોલીસકર્મીઓ મૃત્યુ પામ્યા હતાં, જો કે 20 બીજા લોકો ઘાયલ થઇ ગયા હતા. આ વિસ્ફોટ તુર્કીની રાજધાની વચ્ચો વચ આશરે ડોઢ મહિનામાં ત્રીજો મોટો હુમલો થયો હતો.

ઘાયલ લોકોને હોસ્પિટલમાં લઇ જવા માટે ઘણી એમ્બેયુલેન્સોને ઘટના સ્થળ માટે રવાના કરી દીધી હતી. ઘાયલોમાં પોલીસકર્મીઓ સાથે સ્થાનિક લોકો પણ સામેલ હતાં. પોલીસે તે વિસ્તારને ઘેરી લઇને સઘન તપાસ શરૂ કરી દીધી હતી.

નોંધનીય છે કે આ પહેલા 16 માર્ચે પણ મધ્ય અંકારામાં એક વ્યસ્ત રહેતા ચોક પર થનારો આત્મઘાતી કાર બોમ્બ વિસ્ફોટમાં 34 લોકો મૃત્યુ પામ્યા હતાં. આ ઘટનામાં 125 લોકો ઘાયલ થઇ ગયા હતાં. આ ધમાકો કિજીલે ચોકની નજીક એક બસ અડ્ડા પર થયો છે.

જ્યારે 17 ફેબ્રુઆરીએ સેનાને નિશાન બનાવી કરવામાં આવેલા એક આત્મઘાતી કાર બોમ્બ વિસ્ફોટકમાં 29 લોકો મૃત્યુ પામ્યા હતાં. આ હુમલાની જવાબદારી કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટી(પીકેકે) એક અંસતુષ્ટ જૂથે લીધી હતી.

You might also like