વડોદરામાં એક જ રાતમાં 6 ATMમાં ચોરી, પોલીસ દોડતી થઈ

વડોદરા શહેરમાં એક જ રાતમાં 6 જેટલા ATMમાં ચોરીની ઘટના બની છે. ચોરોએ મચાવેલા તરખાટથી વડોદરા પોલીસ દોડતી થઈ ગઈ છે. એવી વિગતો મળી રહી છે કે, 3 અલગ અલગ કાર લઈને આવેલા શખ્સોએ અલગ અલગ ટીમ બનાવીને ATMના તાળા તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.

જો કે પોલીસે ચોરોને તો નહીં પણ કારને ઝડપી કાઢી છે. ચોરોએ એક બોલેરો, ટાટા સુમો અને તૂફાન ગાડી લઈને ચોરી કરી હતી. વડોદરા આરટીઓ પાસેથી એક કાર મળી આવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ચોરો એક કાર મૂકી કેમ જતા રહ્યા તે હાલમાં પોલીસ માટે પ્રશ્ન છે. ચોરો ગુજરાતની બોર્ડર ન વટાવી દે તેની પણ પોલીસે દરકાર કરી છે.

ઉલ્લેખનીય છે કે વડોદરામાં ATM તસ્કરો પહેલા પણ આ જ રીતે ત્રાટકી ચૂક્યા છે. વર્ષ 2016માં પણ વડોદરાના નવાયાર્ડમાં એટીએમમાંથી 19 લાખ રૂપિયા
ચોરોએ ઉઠાવી લીધા હતા. જો કે બાદમાં ફતેગંજ પોલીસે 2 ચોરોની ધરપકડ કરી હતી. આ બંને ચોરો તેની પહેલા પણ આણંદમાં અને ગોરવામાં ATM લૂંટી ચૂક્યા હતા.

You might also like