ચીનમાં ૬.૪ની તીવ્રતાનો ભૂકંપ

બીજિંગઃ ઉત્તરપશ્યિમ ચીનમાં એક અંતરિયાળ પ્રદેશમાં ગઈ મધરાત બાદ ધરતીકંપ થયો હતો જેને કારણે ડઝન જેટલા મકાનોને નુકસાન થયું હતું. સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી.

 

મધરાત બાદ ૧.૧૩ વાગ્યે આવેલા ધરતીકંપનું કેન્દ્રબિંદુ કિંઘાઈ પ્રાંતમાં મેન્યુઆનમાં નિર્જન વિસ્તારમાં હોવાનું માલૂમ પડ્યું હતું. ધરતીકંપનો આંચકો શિનીંગ શહેરમાં પણ લાગ્યો હતો.

 

તે વખતે લોકો ભરઊંઘમાં હતાં, પણ આંચકો લાગતાં પોતપોતાનાં ઘરમાંથી બહાર રસ્તા પર દોડી આવ્યા હતા. આંચકો લગભગ બે મિનિટ સુધી રહ્યો હતો. એ દરમિયાન ધરતીનાં પેટાળમાંથી ગડગડાટ સંભળાતો રહ્યો હતો

You might also like