20 ગણી વધુ ઝડપથી ચાલશે 5-જી ઇન્ટરનેટ

વોશિંગ્ટન: આજના સમયમાં તમામ કામ ઇન્ટરનેટ પર નિર્ભર થઇ ગયું છે. ભલે તે વેપાર હોય કે કોઇ પણ પ્રકારની ખરીદી. સરકાર પણ લોકોને ઓનલાઇન ચુકવણી માટે જાગૃત કરવામાં લાગી છે. વધતી ઇન્ટરનેટની માગ અને સુવિધાના કારણે ૪-જી સેવા પણ ઓછી પડવા લાગી છે, કેમ કે બધું જ ઓનલાઇન થવાથી ૪-જી સેવા પર લોડ પડી રહ્યો છે.

આ કારણે કેટલીક કંપનીઓ આગામી વર્ષે દેશમાં પ-જી સેવા લોન્ચ કરવાની તૈયારીમાં લાગી ચૂકી છે. દુનિયાભરમાં ટેકનિકની આ દોડ તેજ થઇ ગઇ છે. કતાર સૌથી પહેલાં પ-જી શરૂ કરી ચૂક્યું છે. કેટલાક દેશ તેની તૈયારીઓમાં વ્યસ્ત છે. ર૦૧૯માં ભારત પણ પ-જી લોન્ચ કરી શકે છે.

ઇન્ટરનેટ સેવા આપનારી કંપનીઓના જણાવ્યા મુજબ પ-જી સંપૂર્ણ રીતે ૪-જી ટેકનિકથી અલગ હશે. તે નવી રેડિયો ટેકનિક પર કામ કરશે. હાલમાં ૪-જી પર સૌથી વધુુ સ્પીડ ૪પ એમબીપીએસ સુધીની શક્ય બને છે. ‌િચપ બનાવનારી કંપની ક્વાલકોમનું અનુમાન છે કે પ-જી ટેકનિકથી બીજી ૧૦થી ર૦ ગણી વધુ સ્પીડ મેળવી શકાય છે.

આવું હશે પ-જી
મોબાઇલ ઇન્ટરનેટની પાંચમી પેઢી માનવામાં આવતા પ-જીમાં ઘણી વધુ સ્પીડ હશે. મોટા ડેટાને સરળતાથી ડાઉનલોડ અને અપલોડ કરી શકાશે. નેટવર્ક યુઝર્સ સુધી ઘણી વધુ ગતિથી પહોંચવામાં સક્ષમ હશે. આ ટેકનિક રેડિયો સ્પેક્ટ્રમના બેસ્ટ ઉપયોગનું ઉદાહરણ હશે, કેમ કે તેમાં ઘણા ડિવાઇસને ઇન્ટરનેટ સાથે જોડી શકાશે.

ભારત સહિતના દેશોમાં ર૦૧૯ સુધી હાઇસ્પીડ ઇન્ટરનેટ સેવા શરૂ કરી દેવાશે, તેમાં દ‌િક્ષણ કોરિયા, ચીન, જાપાન અને અમેરિકા પણ સામેલ છે. આ દેશોની કંપનીઓનો દાવો છે કે આ સેવા આવ્યા બાદ ઇન્ટરનેટની સ્પીડ ૧૦થી ર૦ ગણી વધી જશે.

જીવનમાં ઘણાં પરિવર્તન આવશે
પ-જી આવ્યા બાદ જીવનમાં ઘણાં પરિવર્તન આવશે, જેમ કે ૪-જી આવતાં યુઝર્સને ર-જી અને ૩-જી મોબાઇલ બદલવા પડ્યા હતા તે રીતે પ-જી માટે પણ મોબાઇલ બદલવા પડશે. જે માટે સ્માર્ટફોનમાં નવી ‌િચપ લગાવવાની પણ જરૂર પડશે.

આજે આપણે મોબાઇલમાં જે પણ કરીએ છીએ તે વધુુ સ્પીડમાં થઇ શકશે. વીડિયોની ક્વોલિટી વધી જશે. હાઇસ્પીડ ઈન્ટરનેેટ શહેરને સ્માર્ટ બનાવશે અને ઘણું બધું બદલાશે, જે આપણે અત્યારે વિચારી પણ શકતાં નથી, જોકે પ-જી માટે વધુ ખર્ચ પણ કરવો પડશે.

You might also like