596 મહિલાઓના અશ્લીલ વિડિયો બનાવનાર ભારતીયને સિંગાપોરમાં સજા

સિંગાપુરઃ બેંકનો 32 વર્ષીય ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ સ્કર્ટ પહેરેલી મહિલાઓના દેહના નીચેના ખુલ્લા ભાગના વિડિયો પેપર બેગમાં મોબાઇલ ફોન રાખીને ઝડપતો હતો. સતત બે વર્ષ સુધી મહિલાઓના અપસ્કર્ટ વિડિયો ઉતારવા સહિતની આડકતરી હરકતો કરવાના આરોપસર ભારતીય મૂળના 32 વર્ષની વયના એક બેન્કરને સિંગાપોરમાં 8 સપ્તાહના કારાવાસની સજા ફરમાવવામાં આવી છે. જેનું નામ છે મહાવિગ્નેશ વેલિપ્પન.

બેંકના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવે મહિલાઓની મર્યાદાના ઉલ્લંઘનના 19 આરોપો અને 596 અશ્લીલ ફિલ્મો ધરાવતો હોવાનાં આરોપનો સ્વીકાર ઓગસ્ટ મહિનામાં કર્યો હતો. ગઈ કાલે  મહાવિગ્નેશ વેલિપ્પન કરવામાં આવેલી સજા વખતે બીજા 75 આરોપોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. આ પ્રકારની સ્કર્ટ નીચેના ભાગના વિડિયો ઉતારવાની વેલિપ્પનની ચાલાકી એક મહિલાએ પકડી પાડી હતી.

સિંગાપોરના સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં આવેલી એક ખાનગીના બિલ્ડિંગની લિફટમાં 27 વર્ષની એક મહિલા બિઝનેસ રિલેશનશિપ મેનેજરનો અપસ્કર્ટ વિડિયો ઉતારવાનો પ્રયાસ કરતાં તે 2011માં ઝડપાઈ ગયો હતો. તેને પોતાની પેપરબેગમાં મોબાઇલ ફોન વિડિયો મોડમાં રાખ્યો હતો અને એ પેપરબેગ લિફ્ટમાં મહિલાના પગ નજીક મૂકી દીધી હતી. મહિલાને શંકા જતાં તેણે પોલીસને ફરિયાદ કરી હતી અને વેલિપ્પનનું કારતરું બહાર આવ્યું હતું.

બાદમાં પોલીસ તપાસમાં તેની પાસેથી અલગ-અલગ મહિલાઓના કુલ 596 વિડિયો મળી આવ્યા હતા. તેણે આ વિડિયો 2008થી 2011 દરમ્યાન લિફ્ટમાં મહિલાઓ સાથે આવતીજતી વખતે ઉતાર્યા હતા. વેલિપ્પનના વકીલે કહ્યું હતું કે, તે અન્યોની જાતીય પ્રવૃત્તિ નિહાળીને લૈંગિક તૃપ્તિ મેળવવાની બીમારીથી અને સેક્સ-એડિક્શનથી પીડાય છે. એટલે તેણે આવું કર્યું હતું.

You might also like