ડિજિટલ અમદાવાદઃ પ્રોપર્ટી ટેક્સ પેટે 56.63 કરોડ ઓનલાઈન ભરાયા

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા પ્રોપર્ટી ટેક્સના વધુને વધુ કરદાતાઓને ‘ઓનલાઇન પેમેન્ટ’ તરફ પ્રોત્સાહિત કરવા માટે ગત તા.૧ સપ્ટેમ્બરથી આગામી તા.૩૧ માર્ચ, ર૦૧૯ સુધી બે ટકા રિબેટની જાહેરાત કરાઇ છે. જો કે અનેક શહેરીજનો આ જાહેરાત અગાઉ જ ‘ઓનલાઇન પેમેન્ટ’થી આવકમાં વૃદ્ધિ નોંધાઇ છે.

આમ તો તંત્ર દ્વારા ઓનલાઇન પ્રોપર્ટી ટેક્સનું બિલ ભરવા માટે ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯ના પ્રોપર્ટી ટેક્સ બિલમાં પહેલીવાર QR કોડ દાખલ કર્યો છે. જેના કારણે કરદાતા પોતાના પ્રોપર્ટી ટેક્સ બિલ પરનો QR કોડ સ્કેન કર્યા બાદ ટેનામેન્ટ નંબર લખીને પોતાનું બિલ ભરી શકે છે.

પરંતુ તંત્રની સત્તાવાર વેબસાઇટ, નેટબેન્કિંગ, સિવિક સેન્ટર પરનાં સ્પાઇન મશીન, ઇઝિ પે મશીન, જનમિત્રકાર્ડ વગેરેનાં માધ્યમથી ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯માં ગત તા.૧ એપ્રિલ ર૦૧૭થી ગત તા.ર૩ ઓગસ્ટ ર૦૧૮ સુધીમાં તંત્રની તિજોરીમાં કુલ રૂ.પ૬.૬૩ કરોડ ઠલવાયા છે. જ્યારે ગત નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮માં માંડ રૂ.૬૮.૪૮ કરોડની તંત્રને ઓનલાઇન પેમેન્ટથી આવક થઇ હતી.

ગત તા.૧ એપ્રિલ ર૦૧૭થી ગત તા.ર૩ ઓગસ્ટ, ર૦૧૮ સુધીમાં કુલ પ.ર૪ લાખ પહોંચ પૈકી ૭ર,૬૧૧ ઓનલાઇન પહોંચ હતી. જે ગત વર્ષની તુલનામાં ૧૩.૮પ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

જ્યારે પ્રોપર્ટી ટેક્સની કુલ રૂ.૪૩૭.૭ર કરોડની આવક પૈકી ઓન લાઇન પેમેન્ટની કુલ રૂ.પ૬.૬૩ કરોડની આવક થતાં આવકમાં ૧ર.૯૪ ટકાની આવક દર્શાવે છે તેમ મ્યુનિસિપલ ટેક્સ વિભાગના વડા દેવાશિષ બેનરજી જણાવે છે.

You might also like