નોર્થ-ઈસ્ટ, બિહાર અને બંગાળમાં 5.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

જમ્મુ: બિહાર, પશ્ચિમ બંગાળ સહિત દેશના પૂર્વોત્તર ભાગમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. બિહારના કિસનગંજ, પૂર્ણિયા અને કટિહાર વિસ્તારમાં ભૂકંપના ઝાટકા આવ્યા હતા. ભૂકંપની તીવ્રતા ૫.૪ જણાઈ છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં પણ આજે સવારે ઓછી તીવ્રતાવાળા ભૂકંપના ઝટકા અનુભવાયા છે.

આ ભૂકંપનું કેન્દ્ર પાડોશી દેશ બાંગ્લાદેશનું રંગપુર હતું. ભૂકંપ બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને અાસામમાં અનુભવાયો. ભૂકંપ આવ્યા બાદ ઘણા ક્ષેત્રોમાં હલચલ મચી ગઈ હતી. લોકો પોતાના ઘરમાંથી બહાર આવીને સુરક્ષિત જગ્યાઓ પર પહોંચી ગયા હતા.

જમ્મુ-કાશ્મીર સવારે ૫.૧૫ વાગ્યે રિક્ટર સ્કેલ ૪.૬ તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. બીજી બાજુ હરિયાણામાં ભૂકંપનું કેન્દ્ર ઝજ્જર જાણવા મળ્યું છે. અહીં પણ સવારે ૫.૪૩ વાગ્યે રિક્ટર સ્કેલ ૩.૧ તીવ્રતાવાળા ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.

બે દિવસ પહેલા રાજધાની દિલ્હીમાં પણ સતત બે દિવસ ભૂકંપના હળવા ઝાટકા અનુભવાયા હતા. તેમનું સેન્ટર મેરઠ અને હરિયાણા બોર્ડરની આસપાસ હતું. હરિયાણાના ઝજ્જર જિલ્લામાં સોમવારે મધ્યમ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો તેના ૨૪ કલાક પહેલા પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ જણાવ્યું હતું કે ભૂકંપ સવારે ૬.૨૮ વાગ્યે અનુભવાયો તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૭ માપવામાં આવી.

તેનું કેન્દ્ર ૧૦ કિ.મીના ઊંડાણમાં હતું. ભૂકંપના ઝાટકા રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ અનુભવાયા હતા. એ જ વિસ્તારમાં રવિવારે મધ્યમ તીવ્રતાનો વધી એક ભૂકંપ આવ્યો હતો. એનસીએના ડિરેક્ટર વિનિતકુમાર ગેહલોતે જણાવ્યું હતું કે દિલ્હી અને આસપાસના વિસ્તારમાં ભૂકંપકીય ક્ષેત્ર-૪માં આવે છે.

તેમણે જણાવ્યું હતું કે આ જ કારણ છે કે રોહતક, ઝજ્જર, સોહના અને પાણીપતમાં મધ્યમ તીવ્રતાના ભૂકંપ આવે તો પણ તેનો પ્રભાવ દિલ્હી પર અનુભવાય છે. દેશમાં હિમાલય ક્ષેત્ર પૂર્વોત્તર અને આંદામાન-નિકોબાર દ્વિપસમુહ દેશના ભૂકંપ ક્ષેત્ર-૫માં આવે છે.

You might also like