રાજ્યસભામાંથી આજે રિટાયર્ડ થશે 53 સાંસદ, ભાજપને થઇ શકે અસર!

નવી દિલ્હીઃ રાજ્યસભામાંથી આજે 53 સાંસદો રિટાયર્ડ થઇ રહ્યાં છે. આ સાંસદોમાં વૈક્યા નાયડૂ, પીયૂષ ગોયલ, નિર્મલ સીતારામ, વાઇએસ ચોધરી અને મુખ્તાર અબ્બાસ નકવી છે. જે પાંચે નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી છે. જ્યારે કોંગ્રેસના 16 સાંસદ છે. જેમાં જયરામ રમેશ અને હનુમંત રાવ પણ છે. ત્યારે આ સંસોદના રિટાયરમેન્ટથી રાજ્યસભાના સમીકરણો બદલાઇ જશે. ખાલી સિટો માટે 11 જૂનના રોજ ચૂંટણી યોજાશે ત્યારે બીજેપીની કેટલીક સીટો વધી શકે છે તો કોંગ્રેસની કેટલીક સિટો ઘટી પણ શકે છે.

આ મામલે કેન્દ્રની સત્તાધારી પાર્ટી બીજેપીનું અનુમાન છે કે 15 રાજ્યોમાં 57 સિટો પર થનારી ચૂંટણી બાદ પણ કોંગ્રેસ રાજ્યસભામાં સૌથી મોટી પાર્ટી બનેલી રહેશે. ચૂંટણી સમિતીએ રાજ્યસભાની 57 સિટો માટે 11 જૂને ચૂંટણીનું આયોજન કર્યું છે. ત્યારે આ ચૂંટણીમાં બીજેપીને ફાયદો થઇ શકે છે, જ્યારે કોંગ્રેસની ક્ષમતા ઘટી શકે છે. જો કે તેમ છતાં બીજેપી સંસદમાં મોટી પાર્ટી તો નહીં જ બની શકે. બીજેપાના વિરિષ્ઠ નેતાએ અનુમાન લગાવ્યું છે કે 14 સાંસદ બીજેપીમાંથી રિટાયર્ડ થાય છે. ત્યારે પાર્ટીને 17 સિટો પર જીત પ્રાપ્ત થાય તેવી શક્યતા છે. આ તરફ ગુજરાતમાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ પ્રવીણ રાષ્ટ્રપાલનુ ગુરૂવારે નિધન થયું છે.

ત્યારે તેમની સિટનો ફાયદો પણ ભાજપને મળી શકે છે. હાલ રાજ્યસભામાં બીજેપીની સંખ્યા 49 છે. તો આ ચૂંટણી પછી વધીને 53 થઇ શકે તેવી છે. જ્યારે કોંગ્રેસની સંખ્યા 60 જેટલી રહેવાનું અનુમાન છે. મહત્વની વાત એ છે કે આ ચૂંટણીમાં 57 સિટોમાંથી 28 સિટો પર હાલ બીજેપી અને કોંગ્રેસનો કબજો છે. બાકી સિટો વિવિધ પાર્ટીની છે. એક અનુમાન પ્રમાણે સમાજવાદી પાર્ટીને બાદ કરતા બધી જ પાર્ટીઓ પોતાની સિટ જાળવી રાખવમાં સફળ રહેશે. જ્યારે બિહારમાં આરજેડી અને જેડીયૂની પાસે 4થી 5 સીટ હશે.

You might also like