બાવન વર્ષે પુસ્તક લાઈબ્રેરીમાં પરત ફર્યુ

અમેરિકાના કનેક્ટિકટમાં અાવેલી વેસ્ટ હાર્ટફર્ડ લાઈબ્રેરીએ પોતાના ફેસબુક પેજ પર એક સમાચાર પ્રગટ કર્યા. એ મુજબ એક પુસ્તક પુરા બાવન વર્ષે પાછું લાઈબ્રેરીમાં અાવ્યું. ડબલ્યુ.ઓ.મિચેલ નામના લેખકે લખેલું ‘હુ હેઝ સીન ધ વર્લ્ડ’ નામનંુ પુસ્તક ૧૯૬૫ની ૨૯ સપ્ટેમ્બરે ઈશ્યૂ થયું હતું, પરંતુ તેણે ફરી પાછું ક્યારે પુસ્તકાલયનું મોઢું જોયું ન હતું. કોઈ વ્યક્તિ અા પુસ્તક પાછું અાપી ગયું અને પુસ્તકની સાથે નાનકડી ચિટ્ઠી હતી. જેમાં લખ્યું હતું તમને અા પુસ્તક પાછું અાપવામાં અાટલા વર્ષો થયા તે માટે હું દિલગીર છું.
http://sambhaavnews.com/

You might also like