બાવન તાલુકા પંચાયતમાં અંતર માત્ર બે બેઠકોનું છે

અમદાવાદ: તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચુંટણી પરિપૂર્ણ થઈ ચુકી છે ત્યારે હવે દેખિતી રીતે સંતુલિત રહેલી પંચાયતોમાં અપક્ષોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. સ્થાનિક ચુંટણી યોજાયા બાદ હવે ભાજપ અને કોંગ્રેસ કેમ્પના વરિષ્ઠ નેતાઓ મહત્વપૂર્ણ નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતમાં સ્થિતિ પોતાની તરફેણમાં કરવા અપક્ષ ઉમેદવારો અથવા તો કિંગ મેકર સાથે વાતચીતમાં લાગી ગયા છે.

ગુજરાતમાં ૨૩૦ તાલુકા પંચાયતમાં ૫૨ તાલુકા પંચાયત એવી રહી છે જ્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અંતર માત્ર બે બેઠકનું રહ્યું છે. આ ઉપરાંત તાલુકા પંચાયતમાં પણ અંતર ઓછું દેખાઈ રહ્યું છે. તાલુકા પંચાયત પૈકી ધોળકા, દેત્રોજ, ધંધુકા અને બાવળા સહિત ૬ તાલુકા પંચાયતમાં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટાઈની સ્થિતિ રહી છે.

જિલ્લા પંચાયતના કેસમાં ૩૧ પૈકી ૫ જિલ્લા પંચાયત એવી છે જ્યાં અંતર માત્ર એક અથવા બે બેઠકનું રહ્યું છે. જેમાં અમદાવાદ, ભરુચ, ડાંગ, દ્વારકા, ગીર સોમનાથનો સમાવેશ થાય છે. આંકડા ઉપર નજર કરવામાં આવે તો ખૂબ જ રોમાંચક સ્થિતિ સર્જાઈ આવે છે. વડાપ્રધાન મોદીના વતન ગામ વડનગરમાં પણ ભાજપને તાલુકા પંચાયતમાં પાતળી બહુમતિ હાથ લાગી છે. કોંગ્રેસની બે અપક્ષોને પોતાની તરફેણમાં કરીને ભાજપ સાથે ટાઈની સ્થિતિ સર્જી છે.

અનામત નેતા હાર્દિક પટેલના વતન વિરમગામના કેસમાં ભાજપને સફળતા હાથ લાગી છે. અહીં પણ અપક્ષોનો ટેકો મેળવવામાં આવી રહ્યો છે. વિસનગર જેવી નગરપાલિકાની વિચારણા કરવામાં આવે તો રેકોર્ડ ૧૭ અપક્ષ સભ્યો મેદાનમાં રહ્યા છે. જે કોંગ્રેસ અથવા ભાજપની તરફેણમાં પાસો ફેરવી શકે છે.

ઊંઝા નગરપાલિકાના કેસમાં અપક્ષો જેમાં મોટાભાગના પટેલો છે તેઓ પહેલાથી જ બોર્ડની રચના કરી ચુક્યા છે. ઊંઝા અને વિસનગર બેઠક ભાજપ માટે મહત્વપૂર્ણ છે. ઘણા બધા અપક્ષો ભાજપ કેમ્પમાં જોડાયેલા હતા પરંતુ હવે પાટીદાર અનામત આંદોલન દરમિયાન વિભાજીત થઈ ચુક્યા છે.

You might also like