કઝાકિસ્તાન: બસમાં લાગી ભીષણ આગ, 52 લોકોનાં મોત

કઝાકિસ્તાન : કઝાકિસ્તાનમાં ઉત્તર-પશ્ચિમી અત્કો વિસ્તારમાં એક બસમાં ભીષણ આગ લાગવાની દૂર્ઘટનામાં 52 લોકોનાં મોત નિપજયાં છે. દેશના આંતરિક મંત્રાલયે આપેલા એક નિવેદનમાં જણાવામાં આવ્યું છે કે આગ એટલી બધી ભયંકર હતી કે બસ આખી સળગી ખાખ થઇ ગઇ હતી.

બસમાં સવાર અંદાજે 57 લોકો સવાર હતા જેમાંથી 52 લોકોનાં મોત નિપજયા છે. મંત્રાલય દ્વારા જણાવામાં આવ્યું છે કે હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે આ તમામ નાગરિકો સ્થાનિક હતા કે તેમાં કોઇ અન્ય દેશના નાગિરક પણ હતા. જો કે આ દૂર્ઘટનામાં 5 પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યાં છે.

You might also like