રાજસ્થાનના આ શહેરમાં આવેલા કિલ્લામાંથી આજે પણ દેખાય છે પાકિસ્તાન

ભારતમાં પ્રવાસ માટે અનેક સ્થળો છે, ઐતિહાસિક કિલ્લાઓ જોવામાં પણ તમને વર્ષો લાગી જશે. આજે અમે તેવા જ એક કિલ્લા વિશે તેમને જણાવીશું. જોધપુરના મેહરાનગઢનો કિલ્લો 120 મીટર ઊંચા એક પહાડ પર બનેલો છે. આ કિલ્લો દિલ્હીમાં આવેલા કુતુબ મીનારની ઉંચાઈ (73 મીટર)થી પણ ઊંચો છે. કિલ્લાના પરિસરમાં સતી માતાનું મંદિર આવેલું છે.

શું ખાસ છે આ કિલ્લામાં:

આ કિલ્લામાં દિવાલોની પરિધ 10 કિલોમીટર સુધી ફેલાયેલી છે. તેની ઉંચાઈ 20 થી 120 ફુટ તથા પહોળાઈ 12 થી 70 ફૂટ સુધીની છે. આ કિલ્લામાં ચાર દરવાજા છે. કિલ્લાની અંદર ભવ્ય મહેલ, અદભૂત નક્શીદાર દરવાજા, જાળીદાર બારીઓ જોવા મળશે. જોધપુરના શાસક રાવ જોધાએ 12 મે 1459માં આ કિલ્લાને બનાવાની શરૂઆત કરી હતી અને જેને 1638-78માં મહારાજ જસવંત સિંહે પૂરો કર્યો હતો. એટલે કે આ કિલ્લાનો ઈતિહાસ 500 વર્ષ જૂનો છે.

કિલ્લામાંથી દેખાય છે પાકિસ્તાન:


1965માં ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં સૌથી પહેલા મેહરાનગઢના કિલ્લાને ટારગેટ કરવામાં આવ્યો હતો. પરંતુ માનવામાં આવે છે કે માતાની કૃપાથી અહીં કોઈને નુકસાન ન પહોંચ્યું. કિલ્લાની ટોચથી પાકિસ્તાનની સરહદ દેખાય છે.

કેવી રીતે અહીં પહોંચી શકાય છે:

જોધપુરમાં આવેલા આ કિલ્લા સુધી પહોંચવા માટે તમે એરપોર્ટથી સરળતાથી પહોંચી શકો છો. જોધપુર રેલવે સ્ટેશનથી પણ ટેક્સી અથવા બસ મળી શકે છે. નવી દિલ્હી અને આગરાથી જયપુરની સીધી બસ મળે છે.

You might also like