૫૦૦ રૂપિયાની નોટ ઉપલબ્ધ કરાવવી સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ

બેંગલુરુ: કોન્ફેડરેશનના ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ સીઆઈઆઈના જણાવ્યા પ્રમાણે સરકારની ૫૦૦ રૂપિયાની નવી નોટ પૂરતાં પ્રમાણમાં ચલણમાં લાવવા પ્રાથમિકતા હોવી જોઈએ. સીઆઈઆઈના અધ્યક્ષ  નૌશાદ ફોર્બ્સના જણાવ્યા પ્રમાણે રૂ.૫૦૦ની નવી ચલણની નોટ પૂરતાં પ્રમાણમાં લાવવાના કારણે હાલ જોવા મળેલી કેટલીક મુશ્કેલીઓ પાર કરવામાં મદદ મળશે.

તેમણે વધુમાં જણાવ્યું કે રૂ. બે હજારનાં મૂલ્ય ચલણી નોટ બજારમાં લાવવી સારી છે.પરંતુ આટલા ઊંચા મૂલ્યની નોટને સામાન્ય વ્યવહારમાં વટાવવા માટે ખૂબ જ મુશ્કેલી થશે. તેમણે કહ્યું કે ૫૦૦ રૂપિયાની નવી ચલણી નોટ બજારમાં આવી ગઈ છે. લોકોની મુશ્કેલીમાં રાહત થશે. તેમણે સરકારના પ્રયાસોને સમર્થન આપ્યું હતું.
visit : www.sambhaavnews.com

You might also like