તમારી પાસે છે 500 ની જૂની નોટ, આ જગ્યાએ વેચાઇ રહી છે 75 લાખમાં

નોટબંધી દરમિયાન માર્કેટમાંથી બહાર કરવામાં આવેલી 500 રૂપિયાની ઘણી જૂની નોટ એક લાખ રૂપિયાથી પણ વધારે કિંમતમાં વેચાઇ રહી છે. આ નોટોને ઓનલાઇન ઓક્શનમાં નાંખવામાં આવી છે. આ નોટ પોતાના ખાસ લકી નંબરના કારણે આટલી ઊંચી કિંમત પર વેચાઇ રહી છે. સૌથી વધારે કિંમત 786 નંબર વાળી નોટોની છે. આ નંબરની 500 રૂપિયાની એક નોટની કિંમત તો 7500000 રૂપિયા સુધી લગાવવામાં આવી છે.

એક બાજુ સરકારે 500 અને 1000ની નોટ પૂરી રીતે પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારે એના માટે એક નવો કાયદો પણ બનાવ્યો છે. જેના હેઠળ તમે જૂની 10 ની નોટ તમારી પાસે રાખી શકો છો. મોટાભાગના લોકોએ આ 500 અને 1000ની નોટ બેંકમાં જમા પણ કરી દીધી. અને ભૂલથી પણ તમારી પાસે કોઇ નોટ બચી છે તો તમારી પાસે લખપતી બનવાનો જોરદાર ચાન્સ છે.

શરત એ છે કે તમારી આ નોટ કંઇક ખાસ હોવી જોઇએ. ઓનલાઇન સાઇટો પર તમે નજર નાંખશો તો 500 રૂપિયાની ઘણી જૂની નોટો વેચવા માટે ડિસ્પ્લે કરવામાં આવી છે. આ નોટ પોતાના ખાસ નંબર જેમ કે 1234 અથવા 420 અથવા 786 ના કારણે ઊઁચી કિંમતોમાં વેચાઇ રહી છે. 786 નંબર વાળી 500 રૂપિયાની નોટોની કિંમત 7500000 રૂપિયા સુધી લગાવવામાં આવી છે. કેટલીક નોટો 1 લાખ રૂપિયાની આસપાસ છે. માર્કેટમાં આવેલી 500 રૂપિયાની નવી નોટ પણ વેંચાણ કરવા મૂકવામાં આવી છે. આરબીઆઇ તરફથી પહેલાથી રજૂ કરવામાં આવેલી નોટો પણ વેંચાણ કરવા માટે મૂકી છે. એમાં અશોક સ્તંભથી જોડાયેલી નોટો ઉપરાંત 1 રૂપિયા અને 2 રૂપિયાની એ નોટોનો પણ સમાવેશ થાય છે જે હવે વેચાવવાની બંધ થઇ ગઇ છે.

http://sambhaavnews.com/

You might also like