હવે બેંકમાંથી નહીં મળે 500ની નવી નોટ

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 500 રૂપિયાની નવી નોટની જમાખોરી રોકવા માટે નવો નિયમ બનાવ્યો છે. આ નિયમ પ્રમાણે હવે બેંકો દ્વારા 500ની નવી નોટ નહીં આપવામાં આવે. હવે 500ની નોટો માત્ર એટીએમમાંથી જ નિકાળી શકાશે. તેની પાછળ રિઝર્વ બેંકનો મુખ્ય ઉદ્દેશ્ય વધારે માત્રામાં લોકોને 500ની નોટ પહોંચાડવાનો છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આદેશ પ્રમાણે જમાખોરીની સાજીને રોકવા માટે બેંકોને સખ્ત નિર્દેશ આપ્યું છે. આ સાથે જ એ વાત પર પણ બેંકના અધિકારી નજર રાખશે  કે આ નોટોને વધારે માત્રામાં કોઇ વ્યક્તિને સોંપવામાં નથી આવતી ને.

મોટા ઉદ્યમિઓને બે બે હજારની નોટો આપવામાં આવશે. આ સમગ્ર સિસ્ટમ પર ગુપ્ત એજન્સીની નજર રહેશે. જો કોઇ પણ બેંકે આ નિયમોની અવગણના કરશે  તો તેમાં શામેલ કર્મચારી સહિત શાખાના મેનેજર વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

home

You might also like